અમિત શાહ આજે ઘાટકોપર અને કાંદિવલીમાં કરશે ચૂંટણી પ્રચાર, આ માર્ગો પર ટ્રાફિકમાં થશે અસર
અમિત શાહની ફાઇલ તસવીર
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ૨૦૨૪ (Maharashtra Assembly Elections 2024)ને હવે ગણતરી દિવસો જ બાકી છે. બધી પાર્ટીઓએ કમ્મર કસી છે અને વધુમાં વધુ વોટિંગ મેળવવા માટે ચૂંટણી પ્રચાર કરી રહી છે. આ જ ચૂંટણી પ્રચારના ભાગરુપે ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) આજે મુંબઈ (Mumbai)ના કાંદિવલી (Kandivali) અને ઘાટકોપર (Ghatkopar)ની મુલાકાત લેશે. તેમની રેલીને કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિક (Mumbai Traffic Updates) થવાની સંભાવના છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મહારાષ્ટ્રની ચૂંટણીના પ્રચારના ભાગરૂપે આજે કેટલાક વિસ્તારોની મુલાકાત લેવાના છે. ઘાટકોપર અને કાંદિવલીમાં અપેક્ષિત VVIP મૂવમેન્ટને કારણે સાંતાક્રુઝ-ચેમ્બુર લિંક રોડ (Santacruz-Chembur Link Road - SCLR) અને જોગેશ્વરી-વિક્રોલી લિંક રોડ (Jogeshwari-Vikhroli Link Road - JVLR), પશ્ચિમ અને પૂર્વ ઉપનગરોને જોડતા મુખ્ય માર્ગો પરનો ટ્રાફિક મંગળવારે સાંજે પાંચ વાગ્યા પછી ધીમો થવાની ધારણા છે. અમિત શાહના શેડ્યૂલ મુજબ, તેઓ સૌપ્રથમ સાંજે ૬.૧૦ વાગ્યે ઘાટકોપરના પંત નગર (Pant Nagar) વિસ્તારની મુલાકાત લેશે, જનરલ અરુણ કુમાર વૈદ્ય (General Arun Kumar Vaidya) પ્લેગ્રાઉન્ડમાં પ્રચારને સંબોધિત કરશે. આ પછી, તેઓ કાંદિવલીના મહાવીર નગર (Mahavir Nagar) તરફ આગળ વધે તેવી અપેક્ષા છે, તેઓ સાંજે ૭.૫૫ વાગ્યે કમલા વિહાર સ્પોર્ટ્સ ક્લબ (Kamla Vihar Sports Club) પાસેના સપ્તાહ મેદાન (Saptah Maidan) ખાતે પહોંચશે.
ADVERTISEMENT
મુંબઈ ટ્રાફિક પોલીસ (Mumbai Traffic Police)ના સૂત્રોના જણાવ્યા અનુસાર, અમિત શાહ ઝારખંડમાં તેમના અભિયાન બાદ મુંબઈ એરપોર્ટ પર ઉતરશે. તેઓ મુંબઈ એરપોર્ટ (જુહુ)થી સાંતાક્રુઝ-ચેમ્બુર લિંક રોડ (SCLR) થઈને ઘાટકોપર જશે અને પછી જોગેશ્વરી-વિક્રોલી લિંક રોડ JVLR અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈને કાંદિવલી જશે.
કેટલાક ટ્રાફિક અધિકારીઓના મતે, અમિત શાહના આગમનનો ચોક્કસ સમય નક્કી ન હોવાથી તેમના માટે પડકાર છે. ટ્રાફિક પોલીસના એક અધિકારીએ સમજાવ્યું હતું કે, આજે સાંજે પીક અવર્સ દરમિયાન અમિત શાહ આવશે. તૈયારીઓ સાંજે ૫ વાગ્યે શરૂ થશે, જોકે શરૂઆતમાં ટ્રાફિક અટકાવવામાં આવશે નહીં. ગૃહ પ્રધાનના કાફલાની નજીક પહોંચવાની લગભગ ૧૫થી ૩૦ મિનિટ પહેલાં, ટ્રાફિક અસ્થાયી રૂપે બંધ કરવામાં આવશે, એકવાર કાફલો પસાર થઈ જાય તે પછી ફરી શરૂ થશે. તે પછી ટ્રાફિકને સરળ વધારાની 30 મિનિટ લાગી શકે છે.
સોમવારે સાંજે, મુંબઈ ટ્રાફિક પોલીસે સોશ્યલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ એક્સ (x) જે પહેલા ટ્વિટર (Twitter) તરીકે ઓળખાતું હતું તેના પર ટ્રાફિક અપડેટની જાહેરાત કરી હતી પરંતુ સમયનો ઉલ્લેખ કર્યો ન હતો, જેના કારણે નેટીઝન્સમાં મૂંઝવણ ઊભી થઈ હતી. આ બાદ યુર્ઝસ વચ્ચે એક્સ પર કમેન્ટ્સનું મહાયુદ્ધ શરુ થઈ ગયુ હતું.