વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ થયા બાદથી રાજ્યભરમાં આટલી કિંમતની માલમતા જપ્ત કરવામાં આવી અને ચૂંટણીપંચને નિયમના ભંગની આટલી ફરિયાદ મળી
પ્રતીકાત્મક તસવીર
ચૂંટણીપંચે ૧૫ ઑક્ટોબરે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી જાહેર કરવાની સાથે જ આચારસંહિતા અમલમાં આવી ગઈ હતી. એ સાથે જ મતદારોને પ્રભાવિત કરવા માટે રોકડ રકમ સહિત જાતજાતની ગિફ્ટની વહેંચણી કરવા પર નજર રાખવામાં આવી રહી છે જેમાં ગઈ કાલ સુધી રાજ્યભરમાંથી ૪૯૩ કરોડ રૂપિયાની માલમતા જપ્ત કરવામાં આવી હતી અને આચારસંહિતાના ભંગ માટેની સી-વિજિલ ઍપમાં ૪૭૧૧ ફરિયાદ મળી હતી એમાંથી ૪૬૮૩ ફરિયાદનું નિવારણ કરવામાં આવ્યું હોવાનું રાજ્યના ચૂંટણીપંચે જણાવ્યું હતું.
દહિસરમાં ૧ કરોડ ૪૩ લાખ રૂપિયાનું ૧.૯૫ કિલો સોનું જપ્ત
ADVERTISEMENT
દહિસર (વેસ્ટ)ના અવધૂતનગરમાં નિયમિત નિરીક્ષણ દરમિયાન યતિન ધોંડેકરની આગેવાની હેઠળ અને ૧૫૩-દહિસર વિધાનસભા મતવિસ્તારના રિટર્નિંગ ઑફિસર શીતલ દેશમુખના માર્ગદર્શન હેઠળ સ્ટૅટિક સર્વેલન્સ ટીમ-નંબર ૯એ સફળતાપૂર્વક ૧ કરોડ ૪૩ લાખ રૂપિયાની કિંમતનું ૧.૯૫ કિલો સોનું જપ્ત કર્યું હતું. આ જપ્તી ચૂંટણીના સમયગાળા દરમિયાન મતદારો પર અયોગ્ય પ્રભાવને રોકવાના હેતુથી કીમતી ધાતુઓ અને બિનહિસાબી રોકડની અનધિકૃત હિલચાલને રોકવા માટે રચાયેલી નિયમિત દેખરેખના પગલાના એક ભાગરૂપે કરવામાં આવી હતી.
ક્યાંથી કેટલી માલમતા જપ્ત થઈ? |
|
મુંબઈ |
૧૧૩ કરોડ ૫૪ લાખ રૂપિયા |
નાગપુર |
૩૭ કરોડ ૧૬ લાખ રૂપિયા |
અહમદનગર |
૨૯ કરોડ ૯૮ લાખ રૂપિયા |
પુણે |
૨૬ કરોડ ૭૨ લાખ રૂપિયા |
રાયગડ |
૨૧ કરોડ પાંચ લાખ રૂપિયા |
ધુળે |
૧૮ કરોડ ૬૫ લાખ રૂપિયા |
પાલઘર |
૧૮ કરોડ ૧૩ લાખ રૂપિયા |
છત્રપતિ સંભાજીનગર |
૧૭ કરોડ ૨૭ લાખ રૂપિયા |
થાણે |
૧૬ કરોડ ૪૯ લાખ રૂપિયા |
સાતારા |
૧૧ કરોડ ૩ લાખ રૂપિયા |
મીરા ભાઈંદર વસઈ વિરાર |
૭ કરોડ ૮૦ લાખ રૂપિયા |