Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > BJPના વિરોધ વચ્ચે પણ માનખુર્દમાં નવાબ મલિક માટે પ્રચારના મેદાનમાં ઊતર્યા અજિત પવાર

BJPના વિરોધ વચ્ચે પણ માનખુર્દમાં નવાબ મલિક માટે પ્રચારના મેદાનમાં ઊતર્યા અજિત પવાર

Published : 08 November, 2024 10:31 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સત્તાધારી મહાયુતિમાં સાથે હોવા છતાં BJP નવાબ મલિક દાઉદ ઇબ્રાહિમ સાથે સંબંધ ધરાવવાને નામે વિરોધ કરી રહી છે અને પ્રચાર કરવાની પણ ના પાડી છે

અજિત પવારે ગઈ કાલે નવાબ મલિક સાથે માનખુર્દમાં રોડ-શો કર્યો હતો

અજિત પવારે ગઈ કાલે નવાબ મલિક સાથે માનખુર્દમાં રોડ-શો કર્યો હતો


મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ અજિત પવારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ભારે વિરોધ બાદ પણ ગઈ કાલે NCPના માનખુર્દ-શિવાજીનગર બેઠકના ઉમેદવાર નવાબ મલિક માટે પ્રચાર કર્યો હતો. સત્તાધારી મહાયુતિમાં સાથે હોવા છતાં BJP નવાબ મલિક દાઉદ ઇબ્રાહિમ સાથે સંબંધ ધરાવવાને નામે વિરોધ કરી રહી છે અને પ્રચાર કરવાની પણ ના પાડી છે. આ વિશે અજિત પવારે કહ્યું હતું કે ‘મેં ઉમેદવાર આપ્યો છે એટલે તેના માટે પ્રચાર કે સભા કરવાની મારી ફરજ છે. આથી હું મુંબઈમાં પ્રચાર કરવા માટે આવ્યો છું. કોઈ ગમે તેટલા આરોપ કરે, જ્યાં સુધી આરોપ પુરવાર ન થાય ત્યાં સુધી એ આરોપ જ રહે છે. આરોપ થયા હોય એવા કેટલા લોકોનાં નામ ગણાવું? નવાબ મલિક પર આરોપ થયો છે, મારા પર પણ આરોપ કરવામાં આવ્યો હતો. આરોપ સિદ્ધ થયા? અમે ઉમેદવારી આપતી વખતે દરેક બાબતને ધ્યાનમાં રાખીએ છીએ એટલે કોઈ સમાજને અવગણી ન શકીએ.’


Whatsapp-channel Whatsapp-channel

08 November, 2024 10:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK