Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પાંચ વર્ષમાં આદિત્ય ઠાકરેની સંપત્તિમાં પાંચ કરોડનો વધારો

પાંચ વર્ષમાં આદિત્ય ઠાકરેની સંપત્તિમાં પાંચ કરોડનો વધારો

Published : 25 October, 2024 12:48 PM | Modified : 25 October, 2024 02:42 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૧૯માં ૧૬ કરોડનો માલિક હતો જે ૩૫ ટકા વધતાં ૨૧.૪૭ કરોડ થયા

ગઈ કાલે ઉમેદવારી નોંધાવવા જતા આદિત્ય ઠાકરે. (તસવીર : અનુરાગ અહિરે)

ગઈ કાલે ઉમેદવારી નોંધાવવા જતા આદિત્ય ઠાકરે. (તસવીર : અનુરાગ અહિરે)


ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ બીજી વખત વરલી વિધાનસભાની બેઠકમાંથી ચૂંટણી લડવા માટે ગઈ કાલે ઉમેદવારી દાખલ કરી હતી. આદિત્ય ઠાકરેએ ઉમેદવારી ફૉર્મ સાથે સબમિટ કરેલા સોગંદનામામાં જણાઈ આવ્યું છે કે ૨૦૧૯થી અત્યાર સુધીનાં પાંચ વર્ષમાં તેની સંપત્તિમાં ૩૫ ટકાનો એટલે કે પાંચ કરોડ રૂપિયાનો વધારો થયો છે. આદિત્ય ઠાકરેના બૅન્ક-અકાઉન્ટમાં ૩૭ લાખ રૂપિયા કૅશ છે અને ૨.૮૧ કરોડ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ છે. શૅરબજાર અને મ્યુચ્યુઅલ ફન્ડમાં તેણે ૧૦.૧૪ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. તેની પાસે ૧.૯૧ કરોડ રૂપિયાની કિંમતનાં સોના, ચાંદી અને ડાયમન્ડ અને ૧૫.૪૩ કરોડ રૂપિયાની કિંમતની BMW કાર છે. આ ઉપરાંત આદિત્ય ઠાકરેને તેના પિતા ઉદ્ધવ ઠાકરે તરફથી રાયગડ જિલ્લાના ખાલાપુર તાલુકાના બિલાવાલે ગામમાં ૧.૪૮ કરોડ રૂપિયાની કિંમતના પાંચ પ્લૉટ અને થાણે જિલ્લામાં ૩.૨૧ કરોડ રૂપિયાની કિંમતની બે દુકાન ગિફ્ટમાં આપવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

25 October, 2024 02:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK