મુંબઈની ૩૬ વિધાનસભા બેઠક પર ૪૨૦ ઉમેદવાર : જોગેશ્વરી અને માનખુર્દ-શિવાજીનગરમાં સૌથી વધુ ૨૨ તથા માહિમ, વિલે પાર્લે અને ચેમ્બુરમાં માત્ર ૬ ઉમેદવારો મેદાનમાં
મુંબઈમાં મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે ગઈ કાલે તળ મુંબઈના ગોળ દેવળ વિસ્તારમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સના જવાનોએ ફ્લૅગ માર્ચ કાઢી હતી (તસવીર : શાદાબ ખાન)
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પાછી ખેંચવાનો ગઈ કાલે છેલ્લો દિવસ હતો. વિધાનસભાની મુંબઈની ૩૬ બેઠકની ચૂંટણીના મેદાનમાંથી ખસી જનારા ઉમેદવારોની બાદબાકી કર્યા બાદ હવે બાકી રહેલા મુંબઈ ટાઉનના ૧૦૫ અને સબર્બ્સના ૩૧૫ મળીને કુલ ૪૨૦ ઉમેદવારો ચૂંટણી લડશે.
મહારાષ્ટ્રની ૨૮૮ બેઠકો માટે ૪૧૪૦ ઉમેદવાર મેદાનમાં
ADVERTISEMENT
વિધાનસભાની ચૂંટણી માટે ૭૦૭૮ ઉમેદવારોનાં ફૉર્મ સ્ક્રુટિનીમાં ઓકે જણાયાં હતાં. ત્યાર બાદ ઉમેદવારી પાછી ખેંચવાના ગઈ કાલે છેલ્લા દિવસે ૨૯૩૮ ઉમેદવારોએ તેમનાં ફૉર્મ પાછાં ખેંચ્યાં હતાં. એથી હવે રાજ્યની કુલ ૨૮૮ બેઠકો માટે ૪૧૪૦ ઉમેદવારો મેદાનમાં ઊતર્યા છે.
6
માહિમ, વિલે પાર્લે અને ચેમ્બુર બેઠક પર સૌથી ઓછા આટલા ઉમેદવારો
22
મુંબઈની જોગેશ્વરી અને માનખુર્દ-શિવાજીનગર બેઠક પર સૌથી વધુ આટલા ઉમેદવારો
-10
વડાલા, માહિમ, શિવડી, બોરીવલી, માગાઠાણે, કાંદિવલી-ઈસ્ટ, મલાડ, અંધેરી-વેસ્ટ, વિલે પાર્લે, ઘાટકોપર-ઈસ્ટ, અણુશક્તિનગર અને ચેમ્બુર બેઠકમાં ૧૦ કરતાં ઓછા ઉમેદવારો
૨૦૧૯માં મુંબઈમાં ૩૩૩ ઉમેદવાર હતા.