કલ્યાણ-વેસ્ટ બેઠક પર સૌથી વધુ ૨૪ તો થાણે બેઠક પર સૌથી ઓછા ૮ ઉમેદવાર : પાલઘર જિલ્લાની ૬ બેઠકમાં ૫૩ ઉમેદવાર
મહારાષ્ટ્ર મહાસંગ્રામ
પ્રતીકાત્મક તસવીર
થાણે જિલ્લાની ૧૮ બેઠક પર કુલ ૩૩૪ લોકોએ વિધાનસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવી હતી. એમાંથી ગઈ કાલે નામ પાછાં ખેંચવાના છેલ્લા દિવસ સુધીમાં ૯૦ લોકોએ ઉમેદવારી પાછી ખેંચી હતી. આથી હવે થાણે જિલ્લાની ૧૮ વિધાનસભા બેઠક પર ૨૪૪ ઉમેદવારો વચ્ચે ચૂંટણી થશે.
થાણે જિલ્લામાં ભિવંડી ગ્રામીણ, શહાપુર, ભિવંડી-વેસ્ટ, ભિવંડી-ઈસ્ટ, કલ્યાણ-વેસ્ટ, મુરબાડ, અંબરનાથ, ઉલ્હાસનગર, કલ્યાણ-ઈસ્ટ, ડોમ્બિવલી, કલ્યાણ ગ્રામીણ, મીરા-ભાઈંદર, ઓવળા-માજીવાડા, કોપરી-પાચપાખાડી, થાણે, કળવા-મુંબ્રા, ઐરોલી અને બેલાપુર વિધાનસભા મતદાર સંઘનો સમાવેશ થાય છે. આ તમામ ૧૮ વિધાનસભા બેઠકોમાં કલ્યાણ-વેસ્ટમાં સૌથી વધુ ૨૪ તો થાણેમાં સૌથી ઓછા ૮ ઉમેદવાર હોવાનું જાણવા મળ્યું હતું.
ADVERTISEMENT
પાલઘર જિલ્લાની ૬ બેઠકમાં ૫૩ ઉમેદવાર
મુંબઈને અડીને આવેલા પાલઘર જિલ્લાની વિધાનસભાની છ બેઠક માટે કુલ ૭૭ લોકોએ ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવી હતી. આમાંથી ગઈ કાલે નામ પાછા ખેંચવાના છેલ્લા દિવસે ૨૪ લોકોએ ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી એટલે હવે પાલઘર જિલ્લાની દહાણુ, વિક્રમગડ, પાલઘર, બોઇસર, નાલાસોપારા અને વસઈ વિધાનસભા બેઠકમાં ૫૩ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.