એકનાથ શિંદેએ જવાબદારી લીધી હોવા છતાં ત્રણ વિધાનસભ્યોનાં નામ કેમ પહેલા લિસ્ટમાં જાહેર નથી
બાલાજી કિણીકર, વિશ્વનાથ ભોઈર, શાંતારામ મોરે
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનાએ મંગળવારે રાતે વિધાનસભાની ચૂંટણી માટે ૪૫ ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં હતાં. આ યાદીમાં ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરતી વખતે સાથે રહેનારા મોટા ભાગના વિધાનસભ્યોને ટિકિટ આપવામાં આવી છે. જોકે પહેલી યાદીમાં થાણે જિલ્લાના ત્રણ વિધાનસભ્યનાં નામ ન હોવાથી આ વિધાનસભ્યોને શા માટે વેઇટિંગ પર રાખવામાં આવ્યા છે એની ગઈ કાલે જોરદાર ચર્ચા શરૂ થઈ હતી. શિવસેનાની પહેલી યાદીમાં અંબરનાથના વિધાનસભ્ય બાલાજી કિણીકર, કલ્યાણ-વેસ્ટના વિધાનસભ્ય વિશ્વનાથ ભોઈર અને ભિવંડી ગ્રામીણના વિધાનસભ્ય શાંતારામ મોરેનો સમાવેશ નથી કરવામાં આવ્યો. બળવો કર્યા બાદ એકનાથ શિંદેએ કહ્યું હતું કે તેમની સાથેના તમામ વિધાનસભ્યોને ફરીથી ચૂંટાવાની જવાબદારી લઉં છું. એકનાથ શિંદેએ જવાબદારી લીધી હોવા છતાં ત્રણ વિધાનસભ્યોનાં નામ કેમ પહેલા લિસ્ટમાં જાહેર નથી કરવામાં આવ્યાં એવો સવાલ થઈ રહ્યો છે.