કેન્દ્રમાં રોડ ટ્રાન્સપોર્ટ ઍન્ડ હાઇવેઝ મિનિસ્ટર નીતિન ગડકરીએ વોટર્સને પૂછ્યો સવાલ
નીતિન ગડકરી
કેન્દ્રમાં રોડ ટ્રાન્સપોર્ટ ઍન્ડ હાઇવેઝ મિનિસ્ટર નીતિન ગડકરીએ એક પ્રચાર સભા દરમ્યાન જાતિઆધારિત મતદાન કરવા બદલ લોકોને પ્રશ્ન કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘તમે જ્યારે સારી મેડિકલ ટ્રીટમેન્ટ લેવા જાઓ છો ત્યારે ડૉક્ટરની હોશિયારી અને અનુભવ જોઈને નિર્ણય લો છો, નહીં કે તેમની જાતિ. તો પછી મત આપતી વખતે જાતિ શું કામ જુઓ છો?’
નીતિન ગડકરી નાશિકમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા હતા. તેમણે BJPની સરકાર હેઠળ થયેલાં વિકાસનાં કાર્યો લોકો સમક્ષ મૂક્યાં હતાં અને કહ્યું હતું કે ‘જવાહરલાલ નેહરુ એ સમયે USSRની કમ્યુનિસ્ટ વિચારસરણીથી પ્રેરાઈને ભારતમાં મોટી ઇન્ડસ્ટ્રીઝ તો લાવ્યા હતા, પણ એના માટે જરૂરી માળખાકીય સુવિધા ઉપલબ્ધ નહોતા કરાવી શક્યા. વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના વડપણ હેઠળની સરકારે પહેલી વાર પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના શરૂ કરી હતી અને સાડાત્રણ લાખ ગામને સારા રસ્તાની સવગડ પૂરી પાડી હતી.’