વર્સોવા વિધાનસભામાં શિવસેના (UBT)એ હારૂન ખાનને ઉમેદવારી આપી છે
ઉદ્ધવ ઠાકરે
શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)એ ગઈ કાલે વધુ ત્રણ ઉમેદવારનાં નામ જાહેર કર્યાં હતાં. ઘાટકોપર-વેસ્ટમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ત્રણ ટર્મથી વિજયી થનારા ઉમેદવાર રામ કદમ સામે સંજય ભાલેરાવને ટિકિટ આપી છે. ૨૦૧૯ની ચૂંટણીમાં અપક્ષ લડીને પણ સંજય ભાલેરાવ કુલ થયેલા ૫૫.૦૮ ટકા મતદાનમાંથી ૨૭.૭૫ ટકા મત મેળવીને રામ કદમને ટક્કર આપીને બીજા નંબરે રહ્યા હતા, જ્યારે ૪૭.૦૧ ટકા મત મેળવીને રામ કદમ વિજયી થયા હતા.
વર્સોવા વિધાનસભામાં શિવસેના (UBT)એ હારૂન ખાનને ઉમેદવારી આપી છે. અહીં BJPએ કોઈ ઉમેદવાર જાહેર નથી કર્યો તો વિલે પાર્લેની બેઠક પર ભૂતપૂર્વ નગરસેવક સંદીપ નાઈકને ટિકિટ ફાળવી છે. તેમનો મુકાબલો BJPના વિધાનસભ્ય પરાગ અળવણી સાથે થશે.