અમેરિકામાં રહેતા હર્ષ શાહે પાછા જવાનું મુલતવી રાખીને મતદાન કર્યું
હર્ષ શાહ
અમેરિકામાં રહેતા હર્ષ શાહ સપ્ટેમ્બર મહિનામાં ઇન્ડિયા આવ્યા હતા અને ૧૦ નવેમ્બરે પાછા અમેરિકા જવાના હતા, પરંતુ વિધાસભાની ચૂંટણીની તારીખ આવી ગઈ હોવાથી તેમણે નવેમ્બરમાં અમેરિકા જવાનું કૅન્સલ કરી નાખ્યું હતું અને બુધવારે બપોરે સાડાત્રણ વાગ્યે વોટિંગ કરીને પોતાની ફરજને પણ પૂરી કરી હતી.
ચારકોપ વિધાનસભા ક્ષેત્રના પોલિંગ-બૂથમાં મેં ગઈ કાલે બપોરે વોટિંગ કર્યુ હતું એમ જણાવતાં હર્ષ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા પરિવાર સાથે હું ઇન્ડિયા આવ્યો હતો, મને બે મહિનાની લીવ મળી હતી, પરંતુ મને ખબર પડી કે ૨૦ નવેમ્બરે ઇલેક્શન છે એટલે મેં વિચાર્યું કે આવ્યો છું તો વોટિંગ કરીને જ જઈશ. આથી મેં અમેરિકા જવાનું મુલતવી રાખ્યું અને મતદાન કર્યું હતું. હવે હું ડિસેમ્બર મહિનામાં અમેરિકા જઈશ. મેં આઠ વર્ષ પછી વોટિંગ કર્યું અને મને બહુ સારું લાગ્યું.’