આ બેઠક પર તેમનો સામનો છેલ્લી ત્રણ ટર્મથી ચૂંટાઈ આવતા કૉન્ગ્રેસના ગુજરાતી મુસ્લિમ વિધાનસભ્ય અમીન પટેલ સામે થશે
શાઇના એનસી
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે ૧૫ ઉમેદવારની યાદી જાહેર કરી હતી જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP)નાં પ્રવક્તા શાઇના એનસીને દક્ષિણ મુંબઈની મુમ્બાદેવી વિધાનસભા બેઠકમાં ઉમેદવારી આપી છે. આ બેઠક પર તેમનો સામનો છેલ્લી ત્રણ ટર્મથી ચૂંટાઈ આવતા કૉન્ગ્રેસના ગુજરાતી મુસ્લિમ વિધાનસભ્ય અમીન પટેલ સામે થશે.
279
ADVERTISEMENT
મહાયુતિમાં BJP પ્લસ મિત્ર પક્ષના ૧૫૦, શિવસેના પ્લસ મિત્ર પક્ષના ૮૦ અને અજિત પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના ૪૯ મળીને કુલ આટલા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે એટલે કે રાજ્યની ૨૮૮ વિધાનસભા બેઠકમાંથી હજી ૯ ઉમેદવારની જાહેરાત બાકી છે જે આજે ઉમેદવારી નોંધવાના છેલ્લા દિવસે જાહેર કરવામાં આવશે.
270
મહા વિકાસ આઘાડીમાં કૉન્ગ્રેસે ૧૦૩, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)એ ૮૫ અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)એ ૮૨ ઉમેદવાર મળીને કુલ આટલા ઉમેદવાર જાહેર કર્યા છે. મહા વિકાસ આઘાડીમાં ૧૮ બેઠકના ઉમેદવાર જાહેર થવાના બાકી છે.