વિધાનસભાની ચૂંટણીમાં પાંચથી ૧૪ નવેમ્બર દરમ્યાન ૧૦ દિવસમાં વડા પ્રધાનની ૮ સભા યોજવામાં આવી છે, પણ પછી વિદેશની મુલાકાતે જશે
નરેન્દ્ર મોદી
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પાંચથી ૧૪ નવેમ્બર દરમ્યાન ૮ જાહેર સભાનો કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે પ્રચારના અંતિમ તબક્કામાં એટલે કે ૧૫થી ૧૮ નવેમ્બર દરમ્યાન વડા પ્રધાન કોઈ સભા નહીં કરી શકે. ૨૦ નવેમ્બરે મતદાન છે એટલે ૧૮ નવેમ્બરની સાંજે પ્રચારનાં પડઘમ શાંત થઈ જશે. આ સમય દરમ્યાન વડા પ્રધાન વિદેશની મુલાકાતે જવાના છે એટલે તેઓ છેલ્લી ઘડીના પ્રચારમાં મહારાષ્ટ્રમાં નહીં આવી શકે એવું જાણવા મળ્યું હતું. વડા પ્રધાન માત્ર ભારતીય જનતા પાર્ટી (BJP)ના જ નહીં, મહાયુતિમાં સામેલ પક્ષોના ઉમેદવારો માટે પણ સભાઓ કરશે.