Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આળસ કરીશું મતદાન માટે જો ક્ષણભર તો પરિણામ ભોગવવાં પડશે જીવનભર

આળસ કરીશું મતદાન માટે જો ક્ષણભર તો પરિણામ ભોગવવાં પડશે જીવનભર

Published : 19 November, 2024 11:44 AM | Modified : 19 November, 2024 12:29 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુલુંડમાં ધાર્મિક પ્રસંગમાં જૈન પરિવાર દ્વારા કરવામાં આવી મતદાન કરવાની અપીલ

મુલુંડના ચરલા પરિવાર દ્વારા આયોજિત એક ધાર્મિક પ્રસંગમાં મતદાનની અપીલ કરતાં પ્લૅકાર્ડ સાથે ચરલા પરિવારના સભ્યો.

મુલુંડના ચરલા પરિવાર દ્વારા આયોજિત એક ધાર્મિક પ્રસંગમાં મતદાનની અપીલ કરતાં પ્લૅકાર્ડ સાથે ચરલા પરિવારના સભ્યો.


મુંબઈ અને મહારાષ્ટ્રમાં આવતી કાલે વિધાનસભાની ચૂંટણી અને મતદાનનો દિવસ છે. આ ચૂંટણીમાં મુંબઈના જૈન સંઘોએ અને સાધુસંતોએ જૈનો ૧૦૦ ટકા મતદાન કરે એવી અપીલ કરી છે. આવી જ એક અપીલ ગઈ કાલે મુલુંડ (વેસ્ટ)ના જીવરાજ ભાણજી હૉલમાં આચાર્ય ભગવંત શ્રી અજિતશેખરસૂરીશ્વરજી મહારાજસાહેબની નિશ્રામાં ચરલા પરિવાર દ્વારા યોજવામાં આવેલા એક નૂતન દેરાસરના પ્રતિષ્ઠાપ્રસંગના કંકોતરી-લેખન કાર્યક્રમમાં કરવામાં આવી હતી. આ પરિવારે તેમના પ્રસંગમાં જૈન સમુદાયને પરિવારના સભ્યો દ્વારા પ્લૅકાર્ડ પર વિવિધ સ્લોગન રજૂ કરીને જૈનોને વોટ આપવા માટે અપીલ કરવામાં આવી હતી જેમાં પદ્મવિભૂષણ જૈનાચાર્ય શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજસાહેબે કરેલી ‘વોટ આપવો એ આપણો ધર્મ છે’ એ વાતને પણ જૈન સમુદાય સુધી પહોંચાડવામાં આવી હતી.


ગઈ કાલે આ દેરાસરના અંજનશલાકા અને પ્રતિષ્ઠાના ફેબ્રુઆરીમાં યોજાનારા પ્રસંગનો કંકોતરી- લેખન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ બાબતની માહિતી આપતાં મનોજ ચરલાએ
‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે આ નૂતન દેરાસરના કંકોતરી-લેખન પ્રસંગે જૈનાચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજસાહેબ દ્વારા કરવામાં આપેલી અપીલને અનુરૂપ મતદાન માટેની ખાસ રંગોળી, જુદા-જુદા પ્રોપ્સ જેવા કે ‘ભૂલો ભલે અન્નદાન, પરંતુ આપ નહીં ભૂલતા મતદાન’, કંકોતરી-લેખન થયું આજે બહુ મસ્ત, નહીં આપીએ વોટ તો થઈ જાશું ત્રસ્ત’, ‘ના જોઈએ કોઈ આળસ કે મારી દીકરી આગળ જઈને રડે’, ‘મારા ભવિષ્યનું નિર્માણ એટલે એક વાર આંગળી પર નિશાન’, ‘જો તમે સમજુ છો તો જાગી જજો નહીંતર પછી હંમેશ માટે સૂવું પડશે’, ‘જો કરશું એક વાર મતદાન, જોવું નહીં પડે કોઈ અપમાન’, ‘ગફલતમાં રહેશું આવશે વારો રોવાનો, વોટ આપશું તો જ સમય રહેશે હસવાનો’, ‘સમજી ગયા જે સાનમાં તે સર્વે સુખી છે, વોટ આપ્યો હતો એમણે એ જ તો એમની ખૂબી છે’, ‘દિલ દિમાગને એકસાથે બોલાવી લેશું, મતદાન એમને જાગૃત કરી જીવન સુધારશું’, ‘આળસ કરશું મતદાન માટે જો ક્ષણભર, તો પરિણામ ભોગવવાં પડશે જીવનભર’, ‘હવે વિચારીને કાંઈ જ થવાનું નથી, બટન દબાવ્યા સિવાય ક્યાંય જવાનું નથી’ જેવાં સ્લોગનો આ કંકોતરી- લેખનમાં ચરલા પરિવાર દ્વારા આપવામાં આવ્યાં હતાં અને દરેક ભાવિક વોટ આપશે જ અને સાથે આજુબાજુવાળાને પણ વોટ આપવા લઈ જશે એવી ભાવના રાખવામાં આવી હતી.’



આ દેરાસરની અંજનશલાકા અને પ્રતિષ્ઠા ૨૦૨૫ની ૯ ફેબ્રુઆરીએ યોજાશે.


Whatsapp-channel Whatsapp-channel

19 November, 2024 12:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK