BMCના કમિશનર અને ચૂંટણી અધિકારીએ કલેક્ટરોને આ પ્રકારનો આદેશ જાહેર કરવા કહ્યું
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મુંબઈની તમામ ૩૬ બેઠકો પર ૨૦ નવેમ્બરે મતદાન કરવામાં આવશે. મુંબઈગરાઓ મતદાન કરી શકે એ માટે આ દિવસે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની હદમાં આવેલા તમામ વ્યવસાય, વેપાર, ઉદ્યોગ અને કંપનીઓમાં રજા જાહેર રાખવાનો આદેશ જાહેર કરવાનું મુંબઈના બન્ને કલેક્ટરોને રાજ્યના ચૂંટણીપંચ અને BMCના કમિશનર ભૂષણ ગગરાણીએ ગઈ કાલે કહ્યું હતું. કલેક્ટરના રજા જાહેર કરવાના આદેશનો કોઈ ભંગ કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યના ચૂંટણીપંચ દ્વારા મુંબઈમાં મતદાનની ટકાવારી વધારવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મુંબઈમાં આવેલા તમામ વ્યવસાય, વેપાર અને કંપનીઓમાં રજા જાહેર કરવામાં આવશે તો મતદાનની ટકાવારીમાં વધારો થઈ શકે છે.