ઇલેક્શન કમિશન દ્વારા વિધાનસભાની આ ચૂંટણીઓમાં કોઈ ગેરરીતિઓ ન થાય એ માટે ૧૦૦ ટકા વેબકાસ્ટિંગની સુવિધા રાખી છે
ગઈ કાલે દાદરની એક સ્કૂલમાં આ લેડી પોલીસે મતદાન કર્યું હતું. (તસવીર : આશિષ રાજે)
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિ અને મહા વિકાસ આઘાડી સહિત અપક્ષ મળીને કુલ ૪૧૩૬ ઉમેદવાર લડી રહ્યા છે.-
મહાયુતિમાં સામેલ ભારતીય જનતા પાર્ટી (BJP)એ સૌથી વધુ ૧૪૯, એકનાથ શિંદેની શિવસેનાએ ૮૧ અને અજિત પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)એ ૫૯ ઉમેદવાર ઊભા રાખ્યા છે. -
મહા વિકાસ આઘાડીમાં સામેલ કૉન્ગ્રેસે ૯૧, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)એ ૯૫ અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)એ ૮૬ ઉમેવારને ટિકિટ આપી છે. -
રાજ્યના કુલ ઉમેદવારોમાંથી ૨૦૦૦ જેટલા લોકો અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. -
મુંબઈની ૩૬ બેઠકમાં મહાયુતિ અને મહા વિકાસ આઘાડીમાં સામેલ રાજકીય પક્ષ ઉપરાંત રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે
દરેક મતદાનમથકની ગતિવિધિ ઇલેક્શન કમિશન લાઇવ જોશે
ADVERTISEMENT
ઇલેક્શન કમિશન દ્વારા વિધાનસભાની આ ચૂંટણીઓમાં કોઈ ગેરરીતિઓ ન થાય એ માટે ૧૦૦ ટકા વેબકાસ્ટિંગની સુવિધા રાખી છે. એથી કોઈ પણ પોલિંગ-બૂથ પર, કોઈ પણ સમયે શું ચાલી રહ્યું છે એના પર ઇલેક્શન-ઑફિસર નજર રાખી શકશે. આથી ઇલેક્શન કમિશનને પળે-પળની વિગતો મળતી રહેશે. મુંબઈમાં સિટી અને સબર્બ્સ મળીને કુલ ૨૦૮૫ વોટિંગ-સેન્ટર્સ છે, જેમાં આવેલા ૧૦,૧૧૭ પોલિંગ-બૂથની રજેરજ વિગતો આનાથી ઇલેક્શન કમિશનને મળતી રહેશે. આ વેબકાસ્ટિંગની લિન્ક ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયા, મહારાષ્ટ્ર સ્ટેટ ચીફ ઇલેક્શન-ઑફિસર, ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન-ઑફિસર, બધા જ ઍડિશનલ ડિસ્ટ્રિક્ટ-ઑફિસર અને બધા જ ઇલેક્શન નોડલ-ઑફિસરને આપવામાં આવી છે. આથી ઇલેક્શન કમિશન દરેક પોલિંગ-બૂથ પર ઝીણવટભરી નજર રાખી શકશે.
ચૂંટણીને લઈને આજે
કેવો પોલીસ-બંદોબસ્ત
પાંચ ઍડિશનલ કમિશનર ઑફ પોલીસ
૨૦ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ
૮૩ અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ
૨૦૦૦+ પોલીસ-ઑફિસર
૨૫૦૦૦ પોલીસ-કર્મચારીઓ
૩- રાયટ કન્ટ્રોલ પ્લૅટૂન
ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા કરાયેલો બંદોબસ્ત
૧૪૪ ઑફિસર
૧૦૦૦ ટ્રાફિક
પોલીસ-કર્મચારી
૪૦૦૦ હોમ ગાર્ડ્સ
૨૬ સેન્ટ્રલ ઍન્ડ સ્ટેટ સિક્યૉરિટી ફોર્સ ટીમ