Maharashtra Assembly Election 2024: આ વર્ષે મુંબઈની વાત કરવામાં આવે તો અહીં 1 કરોડ 2 લાખથી વધુ મતદારો વોટિંગ કરવાના છે. આ રીતે જોતાં મતદાતાઓની સંખ્યામાં પ્રમાણમાં સારો એવો વધારો નોંધાયો છે.
મતદાનની ફરજ બજાવતા મતદાતાની પ્રતીકાત્મક તસવીર
વહેલી સવારથી જ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી (Maharashtra Assembly Election 2024) માટે લોકોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખૂબ જ આનંદના સમાચાર તો એ છે કે આ વખતના મતદાનમાં લોકસભા ચુંટણીઓની સરખામણામાં મુંબઈમાં મતદારોની સંખ્યા 2 લાખ 91 હજાર 087 જેટલી વધી છે.
મુંબઇમાં વધી મતદારોની સંખ્યા
ADVERTISEMENT
Maharashtra Assembly Election 2024: આ વર્ષે મુંબઈની વાત કરવામાં આવે તો અહીં 1 કરોડ 2 લાખથી વધુ મતદારો વોટિંગ કરવાના છે. આ રીતે જોતાં મતદાતાઓની સંખ્યામાં પ્રમાણમાં સારો એવો વધારો નોંધાયો છે. લોકસભા ચુંટણીઓ માટે મુંબઈમાં આશરે 47 ટકા જેટલું મતદાન નોંધાયું હતું,
આજે વહેલી સવારથી જ મુંબઇમાં મતદાતાઓનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુંબઈમાં આજે વહેલી સવારથી લઈને જો ૧૧ વાગ્યા સુધીના આંકડાઓ પર નજર કરવામાં આવે તો વિધાનસભા મતવિસ્તારોમાં સારું એવું મતદાન નોંધાયું છે.
વહેલી સવારથી ૧૧ વાગ્યા સુધી આટલું મતદાન થયું મુંબઈના પરાવિસ્તારોમાં
મુંબઈ ઉપનગરમાં 17.99 ટકા જેટલું મતદાન થયું છે. ભાંડુપમાં સૌથી વધારે 23.42 ટકા મતદાન થયું હોવાનું આંકડાઓ જણાવી રહ્યા છે. તો બાંદ્રા પૂર્વમાં સૌથી ઓછું મતદાન 13.58 ટકા જ નોંધાયું છે. મુંબઈ સિટી વિસ્તારમાં 15.78 ટકા મતદાન કે જેમાં મલબાર હિલમાં સૌથી વધુ વધુ 19.77 ટકા અને સૌથી ઓછું મતદાન સાયન કોલીવાડામાં 12.82 જેટલું થયું છે.
Maharashtra Assembly Election 2024: તમને જણાવી દઈએ કે મુંબઈમાં કુલ 36 ચૂંટણી વિસ્તાર આવેલા છે. તે પૈકીનાં 10 શહેરી વિસ્તારોમાં છે અને 26 ઉપનગરોમાં આવેલાં છે. 36 ચૂંટણી વિસ્તારોમાં કુલ 420 ઉમેદવાર ઊભા રહ્યા છે. તેમાંથી 105 ઉમેદવાર શહેરી વિસ્તારોમાં ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે 315 ઉમેદવાર ઉપનગરોમાં ઊભા છે. કુલ 10 હજાર 117 મતદાન મથકો પર આજે મતદાતાઓ પોતાનો મત નોંધાવવાના છે.
ચૂંટણી અધિકારી પાસેથી મળતી માહિતી અનુસાર આજે તમામ 288 વિધાનસભા બેઠકો પર સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયું હતું અને સાંજે 6 વાગ્યા સુધી ચલાવવામાં આવશે. આ સમય દરમિયાન મતદાતાઑ પોતાનો કિંમતી મત નોંધાવી શકશે. આ સાથે જ જણાવી દઈએ કે 23 નવેમ્બરે મત ગણતરી હાથ ધરાશે.
આવો, જરા આંકડાઓ જોઈ લઈએ
મુંબઈની ૩૬ બેઠક પર ૪૨૦ ઉમેદવાર અને ૧,૦૨,૨૯,૭૦૬ મતદાર વોટ કરવાના છે.
૪૨૦ જેટલા વૉટર્સ મુંબઈ અને સબર્બ્સની ૩૬ બેઠક માટે છે.
મુંબઈ ટાઉન અને સબર્બ્સમાં મળીને કુલ જેટલા ૧,૦૨,૨૯,૭૦૬ ઉમેદવાર છે.
૫૪,૬૭,૩૬૧ જેટલા પુરુષ મતદાર આજે મત આપશે તો
૪૭,૬૧,૨૬૩ જેટલાં મહિલા મતદાર મત આપવાના છે.
૧૦૮૨ જેટલા આટલા તૃતીયપંથી મતદાર અને
૧૪૬૮૫૧ જેટલા ૮૫ વર્ષથી મોટી ઉંમરના મતદાર મતદાન કરવાના છે.
૬૨૭૨ જેટલા ૮૫ વર્ષથી મોટી ઉંમરના લોકોએ ઘેર બેઠાં મતદાન કર્યું હતું.
૧૪૭૫ જેટલા સર્વિસ મતદાર અને
૨૨૮૮ જેટલા ઓવરસીઝ મતદાર છે.
જોકે, 2019 રાજ્યની વિધાનસભા ચૂંટણી (Maharashtra Assembly Election 2024)ની સરખામણીમાં આ વખતે ઉમેદવારોની સંખ્યામાં પણ 28 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ વર્ષે 4,136 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. હવે ૨૩ તારીખે શું પરિણામ આવે છે તે જોવું રહ્યું!