આ વિધાનસભાની ચૂંટણીમાં મુંબઈમાં ૨૦૦૦ કરતાં વધુ વિદેશી (ઓવરસીઝ) મતદારો છે જેમાં બાવીસ ટકા મતદારો તો ૩૦થી ૩૯ વર્ષ સુધીના છે
પ્રતીકાત્મક તસવીર
આ વિધાનસભાની ચૂંટણીમાં મુંબઈમાં ૨૦૦૦ કરતાં વધુ વિદેશી (ઓવરસીઝ) મતદારો છે જેમાં બાવીસ ટકા મતદારો તો ૩૦થી ૩૯ વર્ષ સુધીના છે, જ્યારે ૧૫ ટકા કરતાં વધુ ૪૦-૪૯ વર્ષ સુધીના છે.
ઇલેક્શન કમિશનના કહેવા મુજબ મૂળ ભારતના પણ હાલ વિદેશ ગયેલા અને એથી ભારતમાં મતદાન ન કરી શકે એવા મતદારોને ઓવરસીઝ મતદારો ગણવામાં આવે છે. તેઓ જ્યાં રહેતા હોય ત્યાં તેમને મતદાનની પોસ્ટલ બૅલટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવતી હોય છે. આવા મતદારોની સંખ્યા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ૨૨૮૭ની છે જેમાં સબર્બના જ મતદારો વધુ છે. સબર્બની ૨૬ બેઠકો માટે આ આંકડો ૧૮૮૧નો છે. તો સિટીની ૧૦ બેઠકો માટે એ આંકડો ૪૦૬ છે.
ADVERTISEMENT
જો મતદારોની ઉંમરની ગણતરી કરવામાં આવે તો ૩૦થી લઈને ૩૯ વર્ષના મતદારો સૌથી વધુ છે. બીજા નંબરે ૪૦-૪૯, એ પછી ૨૦-૨૯ અને છેલ્લે ૫૦-૫૯ વર્ષની ઉંમરના મતદારોનો સમાવેશ થાય છે.