Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Maharashtra: અજિત પવારની પત્ની બારામતીથી લડશે લોકસભા ચૂંટણી

Maharashtra: અજિત પવારની પત્ની બારામતીથી લડશે લોકસભા ચૂંટણી

Published : 05 December, 2023 05:35 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Ajit Pawar`s wife will contest Lok Sabha elections: પાંચ રાજ્યોની ચૂંટણી પરિણામો પછી મુંબઈમાં એનસીપી નેતા અજિત પવારના જૂથ તરફથી પોસ્ટર લગાડવામાં આવ્યો છે.

અજિત પવાર (તસવીર સૌજન્ય મિડ-ડે)

અજિત પવાર (તસવીર સૌજન્ય મિડ-ડે)


Ajit Pawar`s wife will contest Lok Sabha elections: પાંચ રાજ્યોની ચૂંટણી પરિણામો પછી મુંબઈમાં એનસીપી નેતા અજિત પવારના જૂથ તરફથી પોસ્ટર લગાડવામાં આવ્યો છે. આમાં તેમની પત્ની સુનેત્રા પવારને બારામતીના ભાવિ સંસદ જણાવવામાં આવ્યો છે. એવામાં ચર્ચા શરૂ થઈ છે કે શું શરદ પવારનો ગઢ રહી ચૂકેલા બારામતીમાં પવાર ફેમિલી વચ્ચે મુકાબલો થશે.


Ajit Pawar`s wife will contest Lok Sabha elections: રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP)ના અજિત પવાર જૂથ તરફથી મુંબઈમાં લાગેલા એક પોસ્ટરથી રાજ્યનું રાજકારણ ગરમાયું છે. આ પોસ્ટરમાં રાજ્યમાં ઉપ મુખ્યમંત્રી અજિત પવારની પત્ની સુનેત્રા પવારને બારામતીના ભાવિ સંસદ જાહેર કરવામાં આવ્યા છે. એવામાં જ્યારે સંસદનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે મુંબઈમાં મંત્રાલય બિલ્ડિંગની બહાર આ મોટી પોસ્ટ સામે આવી છે. આ પોસ્ટર થકી એકવાર ફરીથી રાજ્યમાં ચર્ચા છેડાઈ છે કે શું બારામતીમાં 2024માં લોકસભા ચૂંટણીમાં નણંદ અને ભોજાઈ વચ્ચે મુકાબલો થશે. આ સીટ પવાર પરિવારની સૌથી મજબૂત ગઢ માનવામાં આવે છે. છેલ્લી ત્રણ ચૂંટણીથી અહીં સુપ્રિયા સુળે જીત હાંસલ કરી રહ્યાં છે.



સુનેત્રા પવાર ભાવી સાંસદ
Ajit Pawar`s wife will contest Lok Sabha elections: મુંબઈમાં અજિત પવારની આગેવાનીવાળી રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના નેતાઓએ સુનેત્રા પવારને પણ ભાવિ સાંસદ ગણાવ્યા છે. એવામાં મોટો પ્રશ્ન એ છે કે રાજનૈતિક રીતે શરદ પવારથી અલગ થયેલા અજિત પવાર શું હવે બારામતીમાં તેમની મુશ્કેલીઓ વધારશે. આ સીટ પરથી શરદ પવારે પહેલીવાર કૉંગ્રેસના ઉમેદવાર તરીકે 1984માં જીત હાંસલ કરી હતી. આ સીટ પરથી અજિત પવાર પણ જીતી ચૂક્યા છે. તે પણ એકવાર સાંસદ બની ચૂક્યા છે. શરદ પવાર કુલ સાત વાર સાંસદ બની ચૂક્યા છે. અજિત પવાર હાલ આ જ લોકસભા સીટની બારામતી વિધાનસભાથી વિધાયક છે.


ચાર સીટ પર અજિત પવાર જૂથની નજર
Ajit Pawar`s wife will contest Lok Sabha elections: બારામતીને લઈને સુનેત્રા પવારના પોસ્ટર સામે આવ્યા બાદ એવી ચર્ચા છે કે અજીત જૂથ રાજ્યની ચાર લોકસભા બેઠકો સતારા, શિરુર, રાયગઢ અને બારામતીમાં પોતાના ઉમેદવારો ઉભા કરશે. તેની પાછળની દલીલ એ છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં આ વિસ્તારો પર નિયંત્રણ ખૂબ જ જરૂરી છે. આથી અજીત જૂથે પોસ્ટર વોર દ્વારા પોતાનો દાવો શરૂ કર્યો છે. અજીતની આગેવાની હેઠળની એનસીપી, જે મહાગઠબંધનનો ભાગ છે, તેને બેઠકોની વહેંચણીમાં 11 બેઠકો મળવાની ધારણા છે.

નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં એનસીપીના ચાર સાંસદ છે. એમાંથી ત્રણ અત્યારે શરદ પવાર જૂથમાં અને એક અજિત પવાર જૂથમાં છે ત્યારે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે શુક્રવારે જાહેરાત કરી હતી કે તેઓ બારામતી સહિત ચારેય લોકસભા બેઠક પર પોતાના ઉમેદવારો ઊભા રાખશે. આ સાથે જ લાંબા સમયથી શરદ પવારને તેમના ગઢમાં જ પરાસ્ત કરવા માટેનો પ્રયાસ કરી રહેલી બીજેપીએ પણ અજિત પવારનાં પત્ની સુનેત્રા પવાર મેદાનમાં ઊતરે તો તેમને વિજયી કરવા માટે પૂરી તાકાત લગાવવાનું કહ્યું છે. પવાર પરિવારના સભ્યને ટિકિટ આપવામાં આવે તો બીજેપી બારામતીમાં પોતાનો દાવો જતો કરવા પણ તૈયાર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

05 December, 2023 05:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK