નવા કેસની સાથે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કોરોનાના 81,52,291 કેસ થઈ ચૂક્યા છે. અત્યાર સુધી 1,48,470 મોત થયા છે. રાજધાની મુંબઈમાં કોરોનાથી અત્યાર સુધીમાં 19752 મોત થયા છે.
પ્રતીકાત્મક તસવીર : સૌજન્ય મિડ-ડે
મહારાષ્ટ્રમાં (Maharashtra) ફરી એકવાર કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ થકી 9 દર્દીઓના મોત થયા છે. સરકારના તાજેતરના બુલેટિન પ્રમાણે, રાજ્યમાં એક દિવસમાં 1115 નવા કોવિડ કેસ નોંધવામાં આવ્યા છે. હાલ મહારાષ્ટ્રમાં કોવિડના 5421 એક્ટિવ કેસ છે. જેમાંથી 1577 કેસ મુંબઈમાંથી મળ્યા છે.
નવા કેસની સાથે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કોરોનાના 81,52,291 કેસ થઈ ચૂક્યા છે. અત્યાર સુધી 1,48,470 મોત થયા છે. રાજધાની મુંબઈમાં કોરોનાથી અત્યાર સુધીમાં 19752 મોત થયા છે.
ADVERTISEMENT
XBB.1.16 ને કારણે વધી રહ્યા છે કેસ
સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે, ઓમિક્રૉનના નવા સબ-વેરિએન્ટ XBB.1.16ને કારણે દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. મંત્રાલય પ્રમાણે, જો કે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણકે હૉસ્પિટલમાં દાખલ થનારાનો દર ખૂબ જ ઓછો છે. એટલે કે કોરોના સંક્રમિત દર્દીઓ ઘરે જઈને સ્વસ્થ થઈ રહ્યા છે.
560 દર્દીઓને મળી રજા
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણને માત આપીને 560 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. આની સાથે જ રાજ્યમાં અત્યાર સુધી કુલ 79,98,400 કોરોના દર્દી સ્વસ્થ થયા. રાજ્યમાં રિકવરી રેટ 98.11 ટકા છે.
BMCએ માસ્ક પહેરવાના આપ્યા નિર્દેશ
મુંબઈમાં દરરોજ લગભગ 200થી વધારે કેસ મળ્યા બાદ બીએમસી પણ સતર્ક થઈ ગઈ છે. બીએમસી કમિશનર આઈએસ ચહલે મુંબઈમાં 60 વર્ષથી વધારે ઊંમરના નાગરિકોને ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવા માટે કહ્યું છે. હૉસ્પિટલમાં કામ કરનારા ડૉક્ટર્સ, મેડિકલ ટીમ, કર્મચારીઓ, દર્દી અને વિઝિટર્સ માટે પણ માસ્કનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Covid-19: વિશ્વના ટૉપ 3 સૌથી વધુ સંક્રમિતોમાં ફરી ભારત સામેલ, ચોથી લહેરની આગાહી?
દેશમાં કોરોનાની સ્થિતિ સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ પ્રમાણે, દેશમાં 24 કલાકમાં કોરોનાના 7830 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 14 લોકોના જીવ પણ ગયા છે. 7 મહિના બાદ નવા કેસ સાડા સાત હજારથી વધારે આવ્યા છે. 31 ઑગસ્ટના 7946 કેસ મળ્યા હતા. આની સાથે જ દેશમાં એક્ટિવ કેસ 40,215 થઈ ગયા છે. આ પહેલા 23 સપ્ટેમ્બરના દેશમાં 41818 લોકોની સારવાર ચાલી રહી હતી. એક જ દિવસમાં કોરોનાના નવા કેસમાં 2154નો વધારો થયો છે. મંગળવારે દેશમાં 5676 કેસ સામે આવ્યા હતા.