બીએપીએસના સંત તીર્થ સ્વરૂપદાસજીએ જણાવ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી સમારોહના ભવ્ય આયોજન બાદ મહંત સ્વામી મહારાજ મુંબઈ પધાર્યા છે.
તસવીર સૌજન્ય બીએપીએસ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી સમારોહના ભવ્ય આયોજન બાદ મહંત સ્વામી મહારાજ મુંબઈ પધાર્યા છે. અહીં ઍરપૉર્ટ પર બીએપીએસના વરિષ્ઠ સંતોએ માલ્યાર્પણ કરીને તેમનું સ્વાગત કર્યું છે. ત્યાર બાદ તે બીએપીએસ મંદિર દાદર પહોંચ્યા છે. જ્યાં તેમના હજારોની સંખ્યામાં હાજર સ્વયં સેવકો અને શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા. મહંત સ્વામીજી મહારાજ અહીં એક મહિના સુધી રોકાશે.
ગુજરાતના અમદાવાદમાં પ્રમુખ સ્વામી નગરમાં તાજેતરમાં જ પ્રમુખ સ્વામી મહારાજ જન્મશતાબ્દી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જે 15 ડિસેમ્બરથી લઈને 15 જાન્યુઆરી સુધી ચાલ્યું. આ આયોજનમાં દેશ અને વિદેશથી એક કરોડથી વધારે સ્વયં સેવકો અને શ્રદ્ધાળુઓએ નગરનું ભ્રમણ કર્યું. આ ભવ્ય આયોજન બાદ મહંત સ્વામીજી મહારાજનું રાજ્ય બહાર આ પહેલું કાર્યક્રમ છે. મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રના સ્વયં સેવકો અને શ્રદ્ધાળુઓ આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા.
ADVERTISEMENT
બીએપીએસના સંત તીર્થ સ્વરૂપદાસજીએ જણાવ્યું કે મહંત સ્વામીજી મહારાજ વર્ષ 1961થી 1977 સુધી દાદર મંદિર, મુંબઈના મહંત હતા અને તેમનું નામ સાધુ કેશવ જીવનદાસ હતું. આ કારણે મહારાષ્ટ્રના સ્વયં સેવકો અને શ્રદ્ધાળુઓને વધાર લાગણી છે, તે અહીંના દુલારા છે. અહીંના લોકો આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા. 1977 પછી તે પ્રમુખ સ્વામી મહારાજની સાથે ચાલ્યા ગયા અને ગામડે-ગામડે જઈને ભ્રમણ કર્યું.
આ પણ વાંચો : પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ બનશે પવિત્ર પ્રેરણાનો આંતરરાષ્ટ્રીય મહોત્સવ
દાદર મંદિરમાં મહંત સ્વામીજી મહારાજની હાજરીમાં નિયમિત રીતે સવારે 6 વાગ્યાથી સાડા છ વાગ્યે અને સાંજે સાડા પાંચ વાગ્યાથી સાડા સાત વાગ્યા સુધી સત્સંગ અને શિબિર જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.