પાંચમી નવેમ્બરે કેન્દ્રએ ઈડીની રિક્વેસ્ટ પર મહાદેવ ઍપ અને ‘રેડ્ડીઅન્નાપ્રેસ્ટોપ્રો’ સહિત ૨૨ ગેરકાયદે બેટિંગ પ્લૅટફૉર્મ સામે બ્લૉકિંગ ઑર્ડર્સ જારી કર્યા હતા
ફાઇલ તસવીર
મુંબઈ પોલીસે ૧૫,૦૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી બદલ મહાદેવ બેટિંગ ઍપના પ્રમોટર સહિત ૩૨ લોકો સામે એફઆઇઆર નોંધ્યો છે. માટુંગા પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ૨૦૧૯થી અત્યાર સુધી છેતરપિંડી કરવા બદલ ઍપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર, મુખ્ય આરોપી રવિ ઉપ્પલ, શુભમ સોની અને અન્યો વિરુદ્ધ મંગળવારે એફઆઇઆર નોંધવામાં આવ્યો હતો. આ કેસ આઇપીસીની કલમ ૪૨૦ (છેતરપિંડી), ૧૨૦-બી (ષડયંત્ર), આઇટી ઍક્ટ (સાઇબર ટેરરિઝમ) અને ગૅમ્બલિંગ ઍક્ટ હેઠળ ૩૦મી કુર્લા કોર્ટના નિર્દેશ પર નોંધવામાં આવ્યો હતો.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે ગયા અઠવાડિયે દાવો કર્યો હતો કે ફૉરેન્સિક ઍનૅલિસિસ અને કૅશ કુરિયરના નિવેદન બાદ એવા ચોંકાવનારા આક્ષેપો થયા હતા કે મહાદેવ બેટિંગ ઍપના પ્રમોટરોએ છત્તીસગઢના મુખ્ય પ્રધાનને અત્યાર સુધીમાં લગભગ ૫૦૮ કરોડ રૂપિયા ચૂકવ્યા છે અને આ તપાસનો વિષય છે. ત્યાર બાદ ભાજપે શુભમ સોનીનો એક વિડિયો રિલીઝ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું છે કે તે ઍપનો માલિક છે અને તેની પાસે પુરાવો છે કે ૫૦૮ કરોડ રૂપિયા સીએમ ભૂપેશ બઘેલને ચૂકવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
પાંચમી નવેમ્બરે કેન્દ્રએ ઈડીની રિક્વેસ્ટ પર મહાદેવ ઍપ અને ‘રેડ્ડીઅન્નાપ્રેસ્ટોપ્રો’ સહિત ૨૨ ગેરકાયદે બેટિંગ પ્લૅટફૉર્મ સામે બ્લૉકિંગ ઑર્ડર્સ જારી કર્યા હતા.