આ ક્લબમાં અનેક રૂમો કોઈ પણ પ્રકારની મંજૂરી વિના ઊભી કરી દેવામાં આવી હોવાથી સાતારા પ્રશાસને આ કાર્યવાહી કરી હતી.
માલ્કમ પેઠમાં આવેલી ગેરકાયદે MPG ક્લબ
પુણેના પૉર્શે-કાંડના સગીર વયના આરોપીની ફૅમિલીની મહાબળેશ્વરના માલ્કમ પેઠમાં આવેલી MPG ક્લબ ગેરકાયદે હોવાની જાણ થયા બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યા પછી એને સીલ કરવામાં આવી હતી. આ ક્લબને ગઈ કાલે તોડી પાડવામાં આવી હતી. આ ક્લબમાં અનેક રૂમો કોઈ પણ પ્રકારની મંજૂરી વિના ઊભી કરી દેવામાં આવી હોવાથી સાતારા પ્રશાસને આ કાર્યવાહી કરી હતી.