અત્યારે મહારાષ્ટ્રની નદીઓમાંથી પાણી ગુજરાતમાં વહી જાય છે એ રોકી શકાશે
દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્રના નાશિક અને નંદુરબાર સહિતના ગુજરાતી બૉર્ડર પરના જિલ્લાઓમાં આવેલી નદીઓમાં ચોમાસામાં પૂર આવે છે જેને લીધે ગુજરાતના વલસાડથી લઈને સુરત સુધીના ભાગોમાં પાણી ફરી વળવાની સમસ્યા ઊભી થાય છે. જોકે થોડાં વર્ષ બાદ આ સમસ્યામાં ઘટાડો થશે એ વિશે ગઈ કાલે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ધુળેની સભામાં કહ્યું હતું કે ‘મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકારની મદદથી નાશિક, નંદુરબાર અને આસપાસના જિલ્લામાંથી વહેતી નદીઓ પર ડૅમ બાંધવાની યોજના બનાવી છે. આથી અત્યારે મહારાષ્ટ્રની નદીઓમાંથી પાણી ગુજરાતમાં વહી જાય છે એ રોકી શકાશે. આ યોજનાનો ફાયદો બન્ને રાજ્યોને થશે. એક, ગુજરાતમાં પૂરની સમસ્યામાં રાહત મળશે અને બે, ડૅમમાં એકત્રિત થયેલા પાણીનો ઉપયોગ મહારાષ્ટ્રમાં સિંચાઈ માટે કરી શકાશે. આથી ધુળે જિલ્લામાં દુષ્કાળ નહીં થાય. આ યોજનાથી ધુળે જિલ્લાનાં ૫૪ ગામની ખેતીને સિંચાઈની સુવિધા મળશે.’