Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ધારાસભ્ય ગીતા ભરત જૈનના અથાક પ્રયાસોથી બનશે મીરા-ભાઈંદરમાં અત્યાધુનિક અને ભવ્ય કૅન્સર હૉસ્પિટલ

ધારાસભ્ય ગીતા ભરત જૈનના અથાક પ્રયાસોથી બનશે મીરા-ભાઈંદરમાં અત્યાધુનિક અને ભવ્ય કૅન્સર હૉસ્પિટલ

04 July, 2024 07:36 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ધારાસભ્ય ગીતા ભરત જૈન એક એવી વ્યક્તિ છે જે તેમના વારસાને સકારાત્મક પરિણામો સાથે સમાજમાં પરિવર્તન તરીકે જોવા માગે છે.

સ્વતંત્ર ધારાસભ્ય તરીકે ચૂંટાયેલાં ગીતા ભરત જૈન

સ્વતંત્ર ધારાસભ્ય તરીકે ચૂંટાયેલાં ગીતા ભરત જૈન


૨૦૧૯માં મહારાષ્ટ્રના મીરા-ભાઈંદર વિધાનસભા મતવિસ્તારમાંથી સ્વતંત્ર ધારાસભ્ય તરીકે ચૂંટાયેલાં ગીતા ભરત જૈન હંમેશથી જ વિકાસ અને સામાજિક પરિવર્તન માટે અથાક કામ કરનારાં લોકનેતા તરીકે ઓળખાયાં છે. ઇલેક્શન કૅમ્પેન થકી તેમણે પ્રામાણિકતા અને નિશ્ચયનું અનોખું ઉદાહરણ સ્થાપિત કર્યું છે, ભ્રષ્ટાચાર વિરુદ્ધના તેમના યુદ્ધની ઘોષણા અને તેમના વિસ્તારમાં રહેતા લોકો પ્રત્યેના તેમના સમર્પણનું પ્રતીક છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ છેલ્લાં સાડાચાર વર્ષમાં તેમણે એક એવા નેતા તરીકે પોતાની ઓળખ બનાવી છે જે પોતાના વિસ્તારની તમામ સમસ્યાઓ, ખાસ કરીને આરોગ્ય સંબંધિત સમસ્યાઓને સમજે છે અને એનું નિરાકરણ કરે છે.


ઉલ્લેખનીય છે કે મુંબઈ અને થાણે શહેરો એકબીજાની નજીક હોવાને કારણે મીરા-ભાઈંદરને ‘ટ્વિન સિટી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. મીરા-ભાઈંદરમાં મોટી સંખ્યામાં લોકો રહે છે, જેના કારણે ત્યાં સ્વાસ્થ્ય સેવાઓનો વિસ્તાર કરવાનું જરૂરી બની ગયું છે. આ વિસ્તારમાં પંડિત ભીમસેન જોશી હૉસ્પિટલ નામની સરકારી હૉસ્પિટલ પહેલેથી જ છે પરંતુ કૅન્સરના દરદીઓની સારવાર સુવિધાજનક રીતે શક્ય બને એ માટે આ વિસ્તારમાં વિશેષ આરોગ્ય સેવાઓ ધરાવતી હૉસ્પિટલની જરૂરિયાત ઘણા સમયથી અનુભવાતી હતી. આ અછતને સમજીને ધારાસભ્ય ગીતા ભરત જૈને સર્વગ્રાહી સારવાર સાથે કૅન્સર હૉસ્પિટલ બનાવવાનો ખ્યાલ રજૂ કર્યો હતો. આ સાથે માત્ર મીરા-ભાઈંદર જ નહીં પરંતુ આસપાસના વિસ્તારો જેમ કે વસઈ, વિરાર, દહાણુ અને બોરીવલીથી લઈને મુંબઈના અંધેરીના લોકોને પણ એનો લાભ મળી શકશે.



મીરા-ભાઈંદરમાં કૅન્સર હૉસ્પિટલ બનાવવાની કલ્પના સ્થાનિક લોકોને સુલભ રીતે અને સસ્તા દરે સારવાર પૂરી પાડવાના સંકલ્પમાંથી જન્મી હતી.  મીરા-ભાઈંદરમાં કૅન્સર હૉસ્પિટલ બનાવવાની પ્રારંભિક પ્રેરણા સ્થાનિક લોકોને કૅન્સરની સારવાર માટે જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એ આપવામાં આવી હતી. આ વિસ્તારના લોકોને કૅન્સરની સારવાર માટે કલાકો સુધી મુસાફરી કરવાની ફરજ પડે છે. લોકો માત્ર માનસિક અને શારીરિક રીતે જ પીડાતા નથી, પરંતુ એ તેમના પરિવારો માટે આર્થિક મુશ્કેલીનું એક મોટું કારણ પણ સાબિત થઈ રહી છે.
કૅન્સર હૉસ્પિટલ બનાવવા માટે ધારાસભ્ય ગીતા ભરત જૈનનું વિઝન સ્પષ્ટ હતું – મીરા-ભાઈંદર તેમ જ આસપાસના વિસ્તારમાં રહેતા લોકો માટે તમામ આધુનિક સાધનોથી સજ્જ કૅન્સર હૉસ્પિટલનું નિર્માણ કરવું, જે લોકોની ખાનગી હૉસ્પિટલો પરની નિર્ભરતા દૂર કરે અને દરેકને ગુણવત્તાયુક્ત કૅન્સરની સારવાર સરળતાથી ઉપલબ્ધ કરાવે જેથી કૅન્સરના દરદીઓને તેમની સારવાર માટે કલાકો સુધી મુસાફરી ન કરવી પડે. ગીતા ભરત જૈને આ વિસ્તારમાં કૅન્સર હૉસ્પિટલ સ્થાપવાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને સાકાર કરવા માટે એક નક્કર અભિયાન શરૂ કર્યું હતું, જેની માટે તેમણે આ પ્રોજેક્ટના કન્સેપ્ચ્યુલાઇઝેશનથી લઈને તમામ મંજૂરીઓ મેળવવા સુધી કૅન્સર હૉસ્પિટલના નિર્માણનું આયોજન આયોજનબદ્ધ થાય એ માટે વિવિધ હિતધારકો સાથે સંકલન કર્યું હતું તેમ જ પ્રારંભિક તબક્કામાં આરોગ્ય નિષ્ણાતો, શહેરી આયોજનકારો અને સરકારી અધિકારીઓની એક મજબૂત ટીમ બનાવવામાં આવી હતી. ગીતા ભરત જૈને સૌ સાથે મળીને આ યોજનાની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવા માટે દિવસ-રાત મહેનત કરી હતી. તેમનું માનવું છે કે આ હૉસ્પિટલના નિર્માણથી આ વિસ્તારમાં રહેતા હજારો લોકો માટે કૅન્સરને સમયસર શોધી કાઢવાનું અને એની સારવાર કરાવવાનું વધુ સરળ બનશે. આ રીતે સંભવિત રીતે મોટી સંખ્યામાં જીવન બચાવી શકાય છે.


વર્ષ ૨૦૨૨-’૨૩માં મીરા-ભાઈંદરની તેમની મુલાકાત દરમિયાન મહારાષ્ટ્રના ઉપ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ગીતા ભરત જૈન દ્વારા મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં આ વિસ્તારમાં એક હૉસ્પિટલના નિર્માણ વિશે સત્તાવાર રીતે જાણ કરવામાં આવી હતી. આ દરખાસ્તે તરત જ બધાનું ધ્યાન આકર્ષિત કર્યું અને ત્યાર પછીના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમ જ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ટૂંક સમયમાં જ આ દરખાસ્તને સમર્થન આપ્યું હતું અને બધી જ મંજૂરીઓ મેળવી હતી.

૧૨૦ બેડની આ કૅન્સર હૉસ્પિટલના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા ૧૩૪ કરોડ રૂપિયાનું બજેટ પાસ કરવામાં આવ્યું છે, જે એ વાતનો પુરાવો છે કે ગીતા ભરત જૈને આ હૉસ્પિટલના નિર્માણ માટે પ્રયત્નો કરવામાં કોઈ કસર નથી છોડી. હૉસ્પિટલના નિર્માણ માટે સ્થાનિક સ્તરે મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશનને અત્યાર સુધીમાં ૧૩.૪ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે, જે નિર્માણ કાર્ય શરૂ થવાનો સંકેત છે. ગીતા ભરત જૈનના પ્રયત્નો થકી મીરા-ભાઈંદરની સરહદ પર એક ભવ્ય કૅન્સર હૉસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે જેનો લાભ માત્ર મીરા-ભાઈંદર જ નહીં પરંતુ આસપાસમાં રહેતા લગભગ ૫૦ લાખ લોકોને મળશે.


નાણાકીય તેમ જ અન્ય અનેક સમસ્યાઓને પાર કરી ગીતા ભરત જૈને આ પ્રોજેક્ટ માટે જમીન, નિયમનકારી મંજૂરીઓ અને બાંધકામ માટે નિયમિત ભંડોળ સુરક્ષિત કરવું જેવાં મુશ્કેલ કાર્યોને પોતાના પ્રયત્નો તેમ જ જીદથી સફળ બનાવ્યાં છે. જરૂરી ભંડોળ મેળવવાથી લઈને હૉસ્પિટલ માટેની જમીનને મંજૂરી અપાવવા સુધીનાં બધાં જ કાર્યો તેમના પ્રયત્નોથી થઈ શક્યા છે. 
આજના રાજકીય વાતાવરણમાં જ્યાં ટૂંકા ગાળાના લાભો અને પબ્લિસિટી સ્ટન્ટ માટે નેતાઓની ટીકા કરવામાં આવે છે એવામાં ગીતા ભરત જૈન લાંબા ગાળાના અને અર્થપૂર્ણ પરિવર્તન લાવવાના તેમના કામને કારણે એક અલગ પ્રકારની રાજકીય વ્યક્તિ તરીકે ઓળખાય છે. ગીતા ભરત જૈન દ્વારા આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને સાકાર કરવામાં જે મહેનત અને જુસ્સો મૂકવામાં આવ્યાં છે એ જોતાં તેમના વિસ્તાર અને આસપાસના વિસ્તારોના લોકોના જીવનની સુધારણા માટે કેટલી તીવ્રતા સાથે તેઓ કામ કરવા માગે છે એ જોઈ શકાય છે. હાલમાં કૅન્સર હૉસ્પિટલની ઇમારતનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે, જે મીરા-ભાઈંદરના આરોગ્ય નકશાને બદલવા માટે એક સીમાચિહ્ન સાબિત થશે. ધારાસભ્ય ગીતા ભરત જૈન એક એવી વ્યક્તિ છે જે તેમના વારસાને સકારાત્મક પરિણામો સાથે સમાજમાં પરિવર્તન તરીકે જોવા માગે છે.

Whatsapp-channel Whatsapp-channel

04 July, 2024 07:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK