ઍક્ટ્રેસ માધુરી દીક્ષિત-નેને, અમૃતા રાવ અને બૉલીવુડ પ્રોડ્યુસર ગૌરી ખાન સહિત અનેક સેલિબ્રિટીઓએ ગયા થોડા મહિનામાં ટ્રાવેલ ટેક પ્લૅટફૉર્મ ઓયોના શૅર ખરીદ્યા છે.
ઍક્ટ્રેસ માધુરી દીક્ષિત-નેને, અમૃતા રાવ અને બૉલીવુડ પ્રોડ્યુસર ગૌરી ખાન
ઍક્ટ્રેસ માધુરી દીક્ષિત-નેને, અમૃતા રાવ અને બૉલીવુડ પ્રોડ્યુસર ગૌરી ખાન સહિત અનેક સેલિબ્રિટીઓએ ગયા થોડા મહિનામાં ટ્રાવેલ ટેક પ્લૅટફૉર્મ ઓયોના શૅર ખરીદ્યા છે.
ઓયોએ ઑગસ્ટ મહિનામાં સિરીઝ જી હેઠળ રોકાણકારોના કન્સોર્ટિયમ પાસેથી ૧૪૦૦ કરોડ રૂપિયાનું રોકાણ મેળવ્યું હતું, જેમાં ગૌરી ખાને ઓયોના ૨૪ લાખ શૅર ખરીદ્યા હતા. ગૌરી ખાનને આ સંદર્ભમાં પ્રતિક્રિયા માટે મોકલવામાં આવેલી ઈ-મેઇલનો જવાબ મળ્યો નહોતો.
ADVERTISEMENT
હાલમાં ઍક્ટરો સારા રિટર્ન માટે અલગ-અલગ સેક્ટરમાં રોકાણ કરે છે, તેઓ હાઈ-ગ્રોથ સ્ટાર્ટઅપ્સમાં પણ રોકાણ કરે છે અને જ્યારે આ સ્ટાર્ટઅપ પબ્લિક પાસેથી નાણાં મેળવવા શૅરબજારમાં આવે ત્યારે તેમને સારો એવો ફાયદો થતો હોય છે.
માધુરી દીક્ષિત, તેના પતિ ડૉ. શ્રીરામ નેને, ક્લિનિસિયન ડૉક્ટર રિતેશ મલિક, ફ્લેક્સ સ્પેસ કંપની ઇનોવ8ના સ્થાપક, પ્લાક્સા યુનિવર્સિટીના સ્થાપક મેમ્બર અને એન્જલ ઇન્વેસ્ટરોએ ઓયોના ૨૦ લાખ શૅર જાણ ન કરવામાં આવેલી રકમમાં ખરીદ્યા હતા એમ કંપનીએ જણાવ્યું છે.
સેલિબ્રિટી કપલ અમૃતા રાવ અને તેના પતિ રેડિયો-જૉકી અનમોલ સૂદે સેકન્ડરી માર્કેટમાંથી ઓયોના શૅર ખરીદ્યા છે.
નુવામા હેલ્થે પણ તાજેતરમાં આ કંપનીના ૫૩ રૂપિયાના ભાવે ૧૦૦ કરોડ રૂપિયાના શૅર તેમના રોકાણકારો વતી ખરીદ્યા હતા. આ સાથે કંપનીની માર્કેટ વૅલ્યુ ૪.૬ બિલ્યન ડૉલર જેટલી થવા જાય છે.