Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દિવાળીના ટાણે LPG ગૅસના કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૬૨ રૂપિયાનો વધારો

દિવાળીના ટાણે LPG ગૅસના કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૬૨ રૂપિયાનો વધારો

Published : 02 November, 2024 11:04 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતમાં લોકો દિવાળીની ઉજવણીમાં મશગૂલ છે ત્યારે જ ઇન્ડિયન ઑઇલ કંપનીએ LPG ગૅસના કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૬૨ રૂપિયાનો ગઈ કાલે વધારો જાહેર કર્યો હતો. આ વધારો પહેલી નવેમ્બરથી લાગુ કરવામાં આવ્યો છે.

દિવાળીના ટાણે LPG ગૅસના કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૬૨ રૂપિયાનો વધારો

દિવાળીના ટાણે LPG ગૅસના કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૬૨ રૂપિયાનો વધારો


ભારતમાં લોકો દિવાળીની ઉજવણીમાં મશગૂલ છે ત્યારે જ ઇન્ડિયન ઑઇલ કંપનીએ LPG ગૅસના કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૬૨ રૂપિયાનો ગઈ કાલે વધારો જાહેર કર્યો હતો. આ વધારો પહેલી નવેમ્બરથી લાગુ કરવામાં આવ્યો છે. દેવદિવાળી બાદ લગ્નની સીઝન શરૂ થશે એમાં આ વધારાની અસર સામાન્ય લોકોને થઈ શકે છે. એ સિવાય રેસ્ટોરાંમાં ગૅસના ભાવ વધતાં ફૂડના રેટમાં વધારો થઈ શકે છે એટલે મુંબઈગરાઓએ વધુ રૂપિયા ચૂકવવા પડી શકે છે. મુંબઈમાં પહેલાં ૧૬૯૨.૫૦ રૂપિયા ભાવ હતો એ હવે ૧૭૫૪.૫૦ રૂપિયા કરવામાં આવ્યો છે. ઑઇલ કંપની દ્વારા જોકે ઘરના રસોડામાં વાપરવામાં આવતા ગૅસના સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. 


Whatsapp-channel Whatsapp-channel

02 November, 2024 11:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK