આ બે એવી જગ્યા છે જ્યાં ટૂરિસ્ટો આખી રાત એન્જૉય કરતા હોય છે અને એને લીધે દુર્ઘટના થવાની શક્યતાઓ પણ વધી જતી હોવાથી પોલીસે સલામતીના કારણોસર આ નિર્ણય લીધો હોવાનું કહ્યું હતું
લોનાવલા સ્ટેશન
થર્ટીફર્સ્ટ મનાવવા મોટી સંખ્યામાં લોકો હિલસ્ટેશન પર ગયા હોવાથી ત્યાં જબરદસ્ત ગિરદી જોવા મળી રહી છે ત્યારે લોનાવલામાં પોલીસે આજની રાત ટાઇગર અને લાયન્સ પૉઇન્ટ પર ટૂરિસ્ટોના જવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. લોનાવલામાં અત્યારે સહેલાણીઓનો ભરાવો છે. એમાં પણ આજે મુંબઈ, થાણે, નવી મુંબઈ અને પનવેલથી મોટી સંખ્યામાં લોકો થર્ટીફર્સ્ટ મનાવવા જાય એવી શક્યતા હોવાથી લોનાવલા પોલીસ કોઈ ચાન્સ લેવા નથી માગતી. આજે જનારા લોકો હોટેલનું બુકિંગ ન હોવાથી મોટા ભાગે આ બે પૉઇન્ટ પર જ એન્જૉય કરીને પાછા આવતા હોય છે.
આ બે એવી જગ્યા છે જ્યાં ટૂરિસ્ટો આખી રાત એન્જૉય કરતા હોય છે અને એને લીધે દુર્ઘટના થવાની શક્યતાઓ પણ વધી જતી હોવાથી પોલીસે સલામતીના કારણોસર આ નિર્ણય લીધો હોવાનું કહ્યું હતું. આવતી કાલ સુધી આ પ્રતિબંધ અમલમાં રહેશે.
ADVERTISEMENT
માથેરાન અને મહાબળેશ્વરમાં પણ પ્રવાસીઓ ઊમટી પડ્યા છે. માથેરાનમાં તો પોલીસે જેનું બુકિંગ હોય તેમને જ આવવાની અપીલ કરી છે, જ્યારે મહાબળેશ્વરમાં મોટા ભાગની હોટેલ વીક-એન્ડથી જ પૅક થઈ ગઈ છે.

