Lok Sabha Elections Result 2024: સુનેત્રા પવારને 5,73,979 વોટ મળ્યા હતા અને સુપ્રિયા સુળેને 7,32,312 મત મળતા તેઓ વિજયી થયા હતા.
સુપ્રિયા સુળેની જીતના બૅનર
લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રના પરિણામને (Lok Sabha Elections Result 2024) જોઈને સૌકોઈ ચોંકી ગયા છે. મહારાષ્ટ્રમાં મહાયુતિ (ભારતીય જનતા પાર્ટી, શિવસેના એકનાથ શિંદે જૂથ, એનસીપી અજિત પવાર જૂથ)ને 17 બેઠક પર જીત મળી હતી અને મહાવિકાસ આઘાડી (કૉંગ્રેસ, શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ, એનસીપી શરદ પવાર જૂથ)ને મળીને 30 બેઠક મળી હતી. જેથી મહાવિકાસ આઘાડીનો મહારાષ્ટ્રમાં વિજય થયો હતો. આ જીતની ઉજવણી હવે અમેરિકાના ન્યુ યોર્કમાં આવેલા ટાઈમ્સ સ્ક્વેર સુધી જોવા મળી રહી છે.
એનસીપી શરદ પવાર જૂથના ઉમેદવાર સુપ્રિયા સુળેએ (Lok Sabha Elections Result 2024) બારામતી બેઠક લોકસભા બેઠક પર 1,58,333 મતોના તફાવતથી વિજય મેળવ્યો હતો. સુળેએ એનસીપીમાંથી બળવો કરનાર તેમના ભાઈ અજિત પવારની પત્ની સુનેત્રા પવારને હરાવી જીત મેળવી હતી. સુપ્રિયા સુળેના વિજય બાદ ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર પરની જાહેરાતોના એક વિશાળ બૅનર પર તેમને અભિનંદન આપવામાં આવ્યા.
ADVERTISEMENT
ટાઈમ સ્ક્વેર પર લાગેલા આ બૅનરનો વીડિયો એનસીપી શરદ પવાર જૂથના (Lok Sabha Elections Result 2024) એક ફેન પેજ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો. આ પોસ્ટ શેર કરીને ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર પર સુપ્રિયા સુળેને અભિનંદન આપતું બૅનર મૂકવામાં આવ્યું હતું. અમારા પ્રિય મિત્ર પરીક્ષિત તલોકરે સુળેને અનોખી રીતે અભિનંદન આપ્યું છે, એવું મરાઠીમાં કેપ્શન લખવામાં આવ્યું હતું. ન્યુ યોર્કના ટાઈમ સ્ક્વેર પર સુપ્રિયા સુળેને અભિનંદન આપવા માટે લગાડવામાં આવેલા બૅનર પર તેમની સાથે તસવીરમાં શરદ પવાર પણ દેખાઈ રહ્યા છે અને લાલ બેકગ્રાઉન્ડ સાથે મોટા અક્ષરોમાં કોન્ગ્રેચ્યુલેશન્સ પણ લખવામાં આવ્યું છે.
View this post on Instagram
બારામતી બેઠક પરથી જીયા બાદ પત્રકારો સાથે વાત કરતા સુપ્રિયા સુળેએ બારામતીના (Lok Sabha Elections Result 2024) લોકોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે "હું બારામતીના લોકોને આભાર માનું છું. વિજય બાદ અમારી સામૂહિક જવાબદારીઓ વધી ગઈ છે. જૂની વાતો ભૂલી જવું જોઈએ. ચૂંટણી દરમિયાન જે થયું તે મહારાષ્ટ્રના રાજકારણ માટે યોગ્ય નહોતું અને તે આગામી રાજ્યની ચૂંટણીમાં ટાળીશું, અને તે માટે અમે સર્વોત્તમ કાળજી લઈશું." સુળેએ કહ્યું હતું કે, "ચૂંટણી દરમિયાન મહારાષ્ટ્રની `આન, બાન, શાન` અને સંસ્કૃતિને જાળવવી તમામની જવાબદારી છે. અમે આ ચૂંટણીમાં તે પરંપરાને જાળવી રાખી છે અને આગામી ચૂંટણીમાં પણ જાળવીને રાખી શું." આ મહત્ત્વના તબક્કામાં તેમના પિતાની સાથે ઊભા રહેલા કાર્યકરો જ પાર્ટીની સાચી શક્તિ છે, એમ કહી સુળેએ અજિત પવારની ટીકા પણ કરી હતી. સુપ્રિયા સુળે અજિત પવારના પત્ની સુનેત્રા પવાર સામે જીત્યા હતા. આ ચૂંટણીમાં સુનેત્રા પવારને 5,73,979 વોટ મળ્યા હતા અને સુપ્રિયા સુળેને 7,32,312 મત મળતા તેઓ વિજયી થયા હતા.