Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > 2024ની લોકસભા ચૂંટણીના પરિણામો હવે જુઓ સિનેમાઘરોમાં, જાણો ક્યાં અને કેવી રીતે?

2024ની લોકસભા ચૂંટણીના પરિણામો હવે જુઓ સિનેમાઘરોમાં, જાણો ક્યાં અને કેવી રીતે?

Published : 31 May, 2024 07:27 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

Lok Sabha Elections 2024: આ વર્ષે શું સરકાર બદલશે કે પછી ત્રીજી વખત નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર જ બનશે તેની ચર્ચા છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - AI)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - AI)


લોકસભા ચૂંટણીમાં છેલ્લા તબક્કાનું મતદાન આવતીકાલે એટલે કે એક જૂને પૂર્ણ થવાનું છે. આવતીકાલે મતદાન થયા બાદ ચોથી જૂને 2024ની લોકસભા ચૂંટણીના (Lok Sabha Elections 2024) પરિણામ જાહેર થશે. દેશમાં ચૂંટણીના પરિણામ જાણવા માટે દરેક નાગરિક ઉત્સાહિત છે. આ વર્ષે શું સરકાર બદલશે કે પછી ત્રીજી વખત નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર જ બનશે તેની ચર્ચા છે. પરિણામના દિવસે જો તમે પણ ટીવી પછી મોબાઇલ પર પરિણામ જોવાના હોય તો તમારી માટે જ એક સરસ મજાની ઑફર આવી છે. આ ઑફરથી તમે વીઆઇપી ટ્રીટમેન્ટ સાથે ચૂંટણીના પરિણામ જોઈ શકશો.


મીડિયા ચેનલ સાથે દરેક વેબ-સાઇટ (Lok Sabha Elections 2024) પર 2024ની ચૂંટણીના પરિણામો આખા દિવસ બાતવવામાં આવશે. તેમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પરિણામો ઉપલબ્ધ હશે, પરંતુ હવે તમે તમારા નજીકના થિયેટર્સ, મલ્ટીપ્લેક્સ તેમ જ સિનેમાઘરોમાં પણ ચૂંટણીના પરિણામ જોઈ શકો છો. પેમેન્ટ ઍપ પે-ટીએમ દ્વારા મહારાષ્ટ્રના અનેક સિનેમાઘરોમાં ચૂંટણીના પરિણામોનું લાઈવ સ્ક્રીન કરવામાં અવાવનું છે.




પે-ટીએમ દ્વારા ચૂંટણીના પરિણામોને મુંબઈમાં, SM5 કલ્યાણ અને મૂવીમૅક્સ થિયેટર ચેન સાયન, કાંજરુમાર્ગ, ઇટર્નિટી મોલ થાણે, વન્ડર મોલ થાણે અને મીરા રોડ વિસ્તારમાં જનરલ ઈલેકશનના પરિણામો સ્ક્રીન કરશે. આ છ કલાકની સ્ક્રીનિંગ સવારે 9 વાગ્યાથી શરૂ થશે જેના માટે લોકોએ રૂ. 99થી રૂ. 300 સુધીની ટિકિટ ખરીદવાની રહેશે. મહારાષ્ટ્રના અન્ય શહેરોમાં જેમ કે પુણે મૂવીમૅક્સ અમનોરા, નાસિકમાં કોલેજ રોડ પર ધ ઝોન, અને નાગપુરમાં મૂવીમૅક્સ ઇટર્નિટી નગર વગેરે વિસ્તારોમાં પણ ચૂંટણીના પરિણામોનું સ્ક્રીનિંગ કરવામાં આવવાનું છે.

સિનેમાઘરોમાં ચૂંટણીના પરિણામોના સ્ટ્રીમિંગની (Lok Sabha Elections 2024) વાતને લઈને સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા જાગી છે. આ વાત પર નેટીઝન્સ પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે કહ્યું, “આ બતાવે છે કે ફિલ્મોમાં કન્ટેન્ટ વાળી ફિલ્મોની કમીને લઈને સિનેમાઘરો પણ મુશ્કેલીમ મુકાયા છે કરી રહ્યા છે." એકે ટિપ્પણી કરી લખ્યું, “એકદમ મસ્ત અમે નક્કી કરીશું કે કોણ ક્યાં બેસશે." એક યુઝરે લખ્યું, “મનોરંજનની મર્યાદા." કેટલાક અન્ય યુઝર્સે કહ્યું, “વર્લ્ડ કપ ફાઇનલ્સ ફોર ઓલ્ડીસ."


એક અન્ય યુઝરે મજાક કરીને લખ્યું, “મેન્યુઅલ ગણતરીના સમયમાં દૂરદર્શનના સારા દિવસો દરમિયાન તે આખો દિવસ અને આખી રાત ઘણી સરસ ફિલ્મો ટેલિકાસ્ટ કરતું અને વચ્ચે વચ્ચે ચૂંટણી પરિણામના નવા અપડેટ્સ પણ બતાવતું હતું. હવે પ્રક્રિયા એટલી ટૂંકી થઈ ગઈ છે કે તે પોતે એક મૂવી ટાઇમ સ્લોટમાં ફિટ થઈ શકે છે." બીજા યુઝરે કહ્યું, “સિનેમાઘરોવાળા મોરું જોખમ લઈ રહ્યા છે, કારણ કે ચૂંટણી હારનાર પક્ષો ત્યાં તોડફોડ પણ કરી શકે છે."

Whatsapp-channel Whatsapp-channel

31 May, 2024 07:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK