Lok Sabha Elections 2024: સીએમ શિંદેએ પીએમ મોદી અને અમિત શાહ પર ટીકા નહીં કરવાની પણ કૉંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેને ચેતવણી આપી હતી.
ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે (ફાઇલ તસવીર)
કી હાઇલાઇટ્સ
- એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પણ કૉંગ્રેસ પર ટીકા કરી હતી.
- પાલઘરમાં મહાયુતિના ઉમેદવારના ચૂંટણી પ્રચારમાં એકનાથ શિંદેએ મોદી-શાહના વખાણ કર્યા હતા.
- શિવસેનાના ઉમેદવારોને મત આપવની અપીલ પણ સીએમ એકનાથ શિંદેએ કરી હતી.
લોકસભાની ચૂંટણીના (Lok Sabha Elections 2024) માહોલ વચ્ચે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેના એકનાથ શિંદે જૂથના નેતા એકનાથ શિંદેએ ફરી એક વખત મહાવિકાસ આઘાડી (કૉંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે જૂથ, એનસીપી શરદ પવાર જૂથ) પર નિશાન સાધ્યું હતું. સીએમ એકનાથ શિંદેએ પાલઘરમાં એક જાહેર સભાને સંબોધતી વખતે કૉંગ્રેસ પાર્ટી અને ઉદ્ધવ ઠાકરેની ટીકા કરી હતી. "કૉંગ્રેસ પાકિસ્તાનની ભાષા બોલી રહી છે. કૉંગ્રેસ ભારતની રોટલી ખાઈને પાકિસ્તાન માટે કામ કરે છે, શહીદોનું અપમાન કરવું અને કસાબને બચાવવું એ કૉંગ્રેસ દ્વારા કરવામાં આવેલા દેશદ્રોહના કૃત્ય છે. બાળાસાહેબ ઠાકરેના વંશ હોવાનો દાવો કરનાર વ્યક્તિ આજે કૉંગ્રેસની બાજુમાં જઈને બેસીને શરમ અનુભવવી જોઈએ," એવી ટીકા સીએમ એકનાથ શિંદેએ કરી હતી.
મહારાષ્ટ્રની પાલઘર લોકસભા બઠેક પરથી મહાવિકાસ આઘાડી (ભાજપ, એકનાથ શિંદે જૂથ, એનસીપી અજિત પવાર જૂથ)ના ઉમેદવાર ડૉ. હેમંત સવારાની પ્રચાર સભામાં સીએમ શિંદે (Lok Sabha Elections 2024) પણ આવ્યા હતા. આ દરમિયાન શિંદેએ કહ્યું હતું કે. "ત્રણ વર્ષ પહેલાં, પાલઘરમાં સાધુઓની હત્યા કરવામાં આવી હતી. મહાવિકાસ આઘાડીએ આરોપીઓને સુરક્ષા આપી હતી અને સાધુઓને ન્યાય આપવાથી તેઓ દૂર રહ્યા હતા. જોકે મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બન્યા બાદ કોઈએ સાધુઓને સ્પર્શ કરવાની હિંમત પણ કરી નહોતી."
ADVERTISEMENT
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહના વખાણ કરતાં કહ્યું હતું કે "જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને હટાવ્યા પછી રાહુલ ગાંધીએ (Lok Sabha Elections 2024) કહ્યું હતું કે લોહીની નદીઓ વહેશે, પરંતુ અમિત શાહે કૉંગ્રેસ અને આતંકવાદીઓના મોઢા બંધ કરી દીધા છે. કાશ્મીર હવે મુક્તપણે શ્વાસ લઈ રહ્યું છે. પીએમ મોદી અને ગૃહ પ્રધાન શાહના કારણે જમ્મુ-કાશ્મીરના લાલ ચોકમાં આજે તિરંગો ફરકી રહ્યો છે."
સીએમ શિંદેએ આગળ કહ્યું કે “છેલ્લા પાંચસો વર્ષથી દરેક ભારતીયનું સપનું હતું કે રામ મંદિરનું નિર્માણ થાય અને પીએમ મોદીએ દરેક ભારતીયના આ સ્વપ્નને પૂર્ણ કર્યું છે. તેમ જ એકનાથ શિંદેએ બે વર્ષ પહેલા મહારાષ્ટ્રમાં શિવસેના પક્ષને તોડીને સરકાર બનાવવા માટે મદદ કરવા બદલ અમિત શાહનો આભાર પણ માન્યો હતો. શિંદેએ લોકોને લોકસભાની ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવારોને મત આપીને વિરોધી પક્ષોને ચૂપ કરવાની અપીલ કરી હતી. શિંદેએ કહ્યું કે, "સળગતી મશાલને ઓલવવાનો સમય આવી ગયો છે." શિવસેનાના બે ભાગ થયા બાદ ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને ‘મશાલ’ આ ચૂંટણી ચિહ્ન આપ્યું હતું.
આ સાથે સીએમ શિંદેએ પીએમ મોદી અને અમિત શાહ (Lok Sabha Elections 2024) પર ટીકા નહીં કરવાની પણ કૉંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેને ચેતવણી આપી હતી. તેમ જ 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓ મહાવિકાસ આઘાડી માટે પ્રચાર કરી રહ્યો છે એવો આરોપ પણ શિંદેએ કર્યો હતો.