ભાજપ મતદારોને આકર્ષવા માટે સોનાની બિસ્કિટ વહેંચી રહી છે. જો કે, તપાસ બાદ જાણવા મળ્યું હતું કે તે પ્લાસ્ટિકની અત્તરની બોટલ હતી, જે અન્ય પ્રચાર સામગ્રી સાથે પક્ષના કાર્યકરોમાં વહેંચવાની હતી.
પ્રતીકાત્મક તસવીર
Lok Sabha Election 2024: મુંબઈ, ઘાટકોપર વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીની પ્રચાર સામગ્રીમાં કહેવાતી રીતે `સોનાના બિસ્કિટ` હોવાની અફવા ઉડી અને આનો વીડિયો વાયરલ થતા ચર્ચા વધી. જોકે, તપાસ બાદ તે પર્ફ્ર્યૂમની બૉટલ છે એવી માહિતી મલી. પણ આ કારણસર કલાકો સુધી વિવાદ ચાલ્યો. મુંબઈ, ઘાટકોપર વિસ્તારમાં અધિકારીઓ ગાડીની ચેકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન ગાડીમાં પહેલા પીએમ મોદીના માસ્ક, પછી ટોપી અને અન્ય પ્રચાર સામગ્રી એક મોટા કાર્ડબોડ બૉક્સમાં રાખેલી જોવા મળી. એક અન્ય અધિકારી આ બધાનું લિસ્ટ બનાવવામાં વ્યસ્ત રહ્યો. ત્યારે તેની નજર એક નાનકડા બૉક્સ પર પડી. કોઈકે તેને `સોનાના બિસ્કિટ` કહી દીધા. અને હોબાળો શરૂ થઈ ગયો. લોકોએ તેનો વીડિયો બનાવીને વાયરલ કરી દીધો.
પ્રચાર સામગ્રી પાર્ટી કાર્યકર્તાઓમાં વહેંચાવાની હતી
એવી ચર્ચા શરૂ થઈ ગઈ કે ભાજપ મતદારોને આકર્ષવા માટે સોનાની બિસ્કિટ (Gold Biscuits) વહેંચી રહી છે. જો કે, તપાસ બાદ જાણવા મળ્યું હતું કે તે પ્લાસ્ટિકની અત્તરની બોટલ હતી, જે અન્ય પ્રચાર સામગ્રી સાથે પક્ષના કાર્યકરોમાં વહેંચવાની હતી.
ADVERTISEMENT
घाटकोपर( 170 ) लोकसभा निर्वाचन क्षेत्र में बूथ सामग्री में सोने के बिस्किट मिले*...महाराष्ट्र में असली और नकली की लड़ाई में NDA व बीजेपी बुरी तरह से फस चुकी है जो फैसला चुनाव आयोग ने किया था जनता जनार्दन ने अस्वीकार कर दिया तो अब बीजेपी घर घर सोने के बिस्कुट भेज रही @RahulGandhi pic.twitter.com/hhNWFTuMZt
— ShivLal Godara INC?? (@ShivLalGodara11) May 10, 2024
પોલીસે ભાજપના નેતાની કાર કરી જપ્ત
ઉત્તર મધ્ય મુંબઈના જિલ્લા ઉપાધ્યક્ષ અને ભાજપના નેતા અજય બડગુજર કહે છે, "મારો પરિવાર કારમાં હતો. તેઓ આઈસ્ક્રીમ ખાવા માટે બહાર ગયા હતા. પરત ફરતી વખતે પોલીસે કાર રોકી હતી અને તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. મને બોલાવવામાં આવ્યો.”
તેમણે મીડિયાને કહ્યું, "તમે જે સોનાની બિસ્કિટની (Gold Biscuits) વાત કરી રહ્યા છો. તે પ્લાસ્ટિકની થેલી છે. આ બિસ્કિટ નથી પરંતુ અત્તરની બોટલ છે, પરંતુ વિપક્ષને રાઈનો પહાડ બનાવવાની ટેવ છે એટલા માટે અત્તરની બોટલને સોનાની બિસ્કિટ કહી દીધી. પોલીસે તેને કલાકો સુધી પોલીસ સ્ટેશનમાં રાખ્યો હતો. ચૂંટણીના વાતાવરણને કારણે દરેક વ્યક્તિ આ અનુભવી રહ્યું છે. ભારત એક વિકસિત દેશ બની રહ્યો છે.”
વરિષ્ઠ કૉંગ્રેસ નેતા શશિ થરૂરે શનિવારે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં શિવસેના (યુબીટી) ના વડા ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન `માતોશ્રી` ખાતે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી આદિત્ય ઠાકરેની સૌજન્ય મુલાકાત લીધી હતી. ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શશિ થરૂર સાથેની પોતાની એક તસવીર પોસ્ટ કરી હતી.
અગાઉ, તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂરે બાંદ્રામાં મુંબઈ ઉત્તર મધ્ય લોકસભા બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર વર્ષા ગાયકવાડ માટે પ્રચાર કર્યો હતો, જેઓ ભાજપના ઉજ્જવલ નિકમ સામે ચૂંટણી મેદાનમાં લડી રહ્યાં છે. દિવસની શરૂઆતમાં ઉદ્ધવ ઠાકરે મુંબઈની બહાર પ્રચાર કરી રહ્યા હતા. કૉંગ્રેસ અને શિવસેના મહારાષ્ટ્રમાં INDI ગઠબંધન અને મહા વિકાસ અઘાડીનો ભાગ છે.