લોકસભાની ચૂંટણી માટે કૉન્ગ્રેસની ટિકિટ માગી રહેલા ભૂતપૂર્વ સાંસદ સંજય નિરુપમે મંગળવારે રાત્રે સાઉથ મુંબઈમાં અશોક ચવાણના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી
સંજય નિરુપમ, અશોક ચવાણ
કૉન્ગ્રેસના નેતા સંજય નિરુપમ બીજેપીના રાજ્યસભાના સદસ્ય અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અશોક ચવાણને મળ્યા હતા. અશોક ચવાણ ફેબ્રુઆરીના અંતમાં કૉન્ગ્રેસ છોડીને બીજેપી સાથે જોડાયા હતા અને પછી રાજ્યસભા માટે પસંદગી પામ્યા હતા.
લોકસભાની ચૂંટણી માટે કૉન્ગ્રેસની ટિકિટ માગી રહેલા ભૂતપૂર્વ સાંસદ સંજય નિરુપમે મંગળવારે રાત્રે સાઉથ મુંબઈમાં અશોક ચવાણના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું કે આમાં કોઈ રાજકીય દૃષ્ટિકોણ નહોતો, હું કામસર સાઉથ મુંબઈ ગયો હતો અને અશોક ચવાણને મળ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘અશોક ચવાણ બીજી પાર્ટીમાં છે એટલે હું મળવાનું બંધ ન કરી શકું. અમે માત્ર મિત્રો તરીકે સામાન્ય રાજકારણ પર ચા સાથે ચર્ચા કરી હતી.’
ADVERTISEMENT
સંજય નિરુપમે તાજેતરમાં જ કૉન્ગ્રેસના સાથી પક્ષ શિવસેના (યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની ટીકા કરી હતી, કારણ કે ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ નૉર્થ-વેસ્ટ લોકસભા સીટ માટે અમોલ કીર્તિકરને પાર્ટીના ઉમેદવાર બનાવ્યા હતા. સંજય નિરુપમે ૨૦૧૯માં આ સીટ ગુમાવી હતી અને કીર્તિકરનું નામ જાહેર થતાં તેમણે કહ્યું હતું કે મહાવિકાસ આઘાડી વચ્ચે સીટ-શૅરિંગ ફૉર્મ્યુલા નક્કી નથી થઈ ત્યારે ઉદ્ધવ ઠાકરેએ
ઉમેદવારીની એકતરફી જાહેરાત ન કરવી જોઈએ.

