પવઈ IIT કૅમ્પસમાં રાતના સમયે કારમાં પસાર થઈ રહેલા પ્રવાસીએ દીપડાને ફરતો જોતાં એનો વિડિયો લીધો હતો અને એ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો
પવઈમાં આવેલા IIT ના કૅમ્પસમાં દીપડો દેખાતાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો
પવઈમાં આવેલા IIT (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી)ના કૅમ્પસમાં દીપડો દેખાતાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે. સામાન્યપણે દીપડો એ માનવવસ્તીમાં આવતો નથી, એ જંગલમાં જ રહેવાનું પસંદ કરે છે. જોકે હાલમાં જ પવઈ IIT કૅમ્પસમાં રાતના સમયે કારમાં પસાર થઈ રહેલા પ્રવાસીએ દીપડાને ફરતો જોતાં એનો વિડિયો લીધો હતો અને એ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ હાલમાં આ દીપડાને શોધવા પૅટ્રોલિંગ કરી રહી છે.