લાર્સન એન્ડ ટુબ્રોએ અટલ સેતુ, રામ મંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને વધુ જેવા મોટા પ્રોજેક્ટ હાથ ધર્યા છે અને તેને સુપેરે પાર પાડ્યા છે..
અટલ સેતુ
કી હાઇલાઇટ્સ
- લાર્સન એન્ડ ટુબ્રો કંપનીએ કરી અટલે સેતુની રચના
- આ કંપનીએ ભારતના સૌથી લાંબા બ્રિજની સાથે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનો પ્રોજેક્ટ પણ કર્યો.
- રામ મંદિરનું બાંધકામ પણ એલએન્ડટી કંપનીએ જ કર્યું છે. જાણો આ વિશે વધુ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુંબઈ ટ્રાન્સ-હાર્બલ લિન્કનું ઉદ્ઘાટન કર્યું. આ લિન્કને અટલ સેતુ નામ આપવામાં આવ્યું છે. લગભગ 17,840 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ આ લિન્ક ભારતનું સૌથી લાંબુ બ્રિજ છે. આ બ્રિજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની સૌથી દિગ્ગજ કંપની લાર્સન એન્ડ ટુર્બ્રોએ બનાવ્યું છે. આ કંપનીની સ્થાપના આઝાદી પહેલા થઈ હતી. ડેનમાર્કથી આવેલા બે ઈન્જિનિયરોએ આ કંપની બનાવી હતી અને આજે આ વિશ્વની ટૉપ કન્સ્ટ્રક્શન કંપનીઓમાંની એક છે. આણે ભારત અને વિશ્વમાં અનેક પ્રોજેક્ટ્સ બનાવ્યા છે. આમાં ગુજરાતનો સ્ટેચ્યૂ ઑફ યૂનિટી, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને રાઉરકેલામાં આવેલ બિરસા મુંડા હૉકી સ્ટેડિયમ પણ સામેલ છે. કંપની અયોધ્યામાં ભગવાન રામનું મંદિર પણ બનાવી રહી છે.