Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મમ્મીનું મર્ડર કર્યાનો જરાય પસ્તાવો નથી

મમ્મીનું મર્ડર કર્યાનો જરાય પસ્તાવો નથી

Published : 17 March, 2023 09:14 AM | Modified : 17 March, 2023 11:14 AM | IST | Mumbai
Anurag Kamble, Shirish Vaktania | feedbackgmd@mid-day.com

રિમ્પલે ડેડ બૉડીના ભાગો ઘરની ગટરમાં નાખી દીધા છે જે હજી ત્યાં ફસાયા છે : પોલીસને શંકા છે કે આ કાંડમાં તે એકલી નહોતી : બે શંકાસ્પદોને ઝડપવા પોલીસ ઉત્તર પ્રદેશ અને બંગાળ પહોંચી

કાલાચૌકી પોલીસે આરોપીને મંગળવારે રાતે કસ્ટડીમાં લીધી હતી (તસવીર : અજિંક્ય સાવંત)

Crime News

કાલાચૌકી પોલીસે આરોપીને મંગળવારે રાતે કસ્ટડીમાં લીધી હતી (તસવીર : અજિંક્ય સાવંત)


મમ્મીની કથિત રીતે હત્યા કર્યા પછી તેના શબના ટુકડા કરીને એને લાલબાગના પોતાના ઘરમાં સંગ્રહ કરનારી ૨૪ વર્ષની પુત્રી રિમ્પલ જૈનની ધરપકડ કર્યા બાદ પોલીસને શબના કેટલાક ટુકડાઓ કાર્ટન બૉક્સમાં તેમ જ કેટલાક ઘરના ગટરમાં ફસાયેલા મળી આવ્યા હતા. પોલીસનાં સૂત્રોએ જણાવ્યા મુજબ રિમ્પલે તેની માતાની કથિત હત્યા કર્યા બાદ તેના શરીરના નાના ટુકડાઓને ઘરની ગટરમાં વહાવી દેવાની કોશિશ કરી હતી, જેને કારણે તેના ઘરમાંથી વાસ આવતી હતી. તેના બૉયફ્રેન્ડ અને એ વિસ્તારમાં ખાવાના સ્ટૉલના મૅનેજરે ગટર ભરાઈ જવાથી દુર્ગંધ આવી રહી હોવાનું જણાવતાં રિમ્પલને ડ્રેન સક્શન કપ લાવી આપ્યો હતો.


પોલીસે કહ્યું હતું કે કાર્ટન બૉક્સમાં તેમને કીડાથી ભરેલાં હૅન્ડગ્લવ્ઝ પણ મળ્યાં હતાં. કાલાચૌકી પોલીસને આમાં અન્ય લોકોની પણ સંડોવણી હોવાની શંકા હોવાથી એ આ વિસ્તારના અન્ય લોકોની પૂછપરછ કરી રહી છે. બે શંકાસ્પદને ઝડપવા માટે ઉત્તર પ્રદેશ અને બંગાળમાં પણ પોલીસ-ટુકડી રવાના કરવામાં આવી છે. પોલીસે રિમ્પલના બૉયફ્રેન્ડ મનાતા ફ્લેવર્સ ઑફ ચાઇના ઈટરીના મૅનેજરની પણ પૂછપરછ કરી છે.




મરનાર વીણાબહેન જૈન, પુત્રી રિમ્પલ જૈન

કથિત હત્યાના બીજા દિવસે એટલે કે ૨૮ નવેમ્બરે તેનો બૉયફ્રેન્ડ રિમ્પલના ઘરે ગયો ત્યારે તેણે ઘરમાંથી વાસ આવવાની ફરિયાદ પણ કરી હતી. ત્યારે રિમ્પલે ગટર ભરાવાનું કારણ આપ્યું હતું. બૉયફ્રેન્ડે તેને ટૉઇલેટ સક્શન પમ્પ, પરફ્યુમની બે બૉટલ તેમ જ રૂમ-ફ્રેશનર લાવી આપ્યાં હતાં તથા ગટર સાફ કરવામાં પણ મદદ કરી હતી.


પરફ્યુમ અને રૂમ-ફ્રેશનરની મદદથી તે મમ્મીના સડી રહેલા શરીરને છુપાવી શકે છે એમ સમજાતાં રિમ્પલે તેના શરીરના નાના ટુકડાઓને ગટરમાં વહાવવાની શરૂઆત કરી હોવાનું પોલીસોનું માનવું છે. તે લગભગ ત્રણ મહિનાથી નાહી નહોતી તથા કપડાં પણ બદલ્યાં નહોતાં. એને બદલે તે પોતાના શરીર પર પરફ્યુમ છાંટતી રહેતી હતી.

રિમ્પલે પરફ્યુમની ૨૦૦ બૉટલ ખરીદી કરી હતી, જેના પૈસા ચૂકવવાના હજી બાકી છે એમ જણાવીને પોલીસે કહ્યું હતું કે તેમણે રિમ્પલને પરફ્યુમ વેચનારા કેમિસ્ટનું સ્ટેટમેન્ટ પણ રેકૉર્ડ કર્યું છે. 
ગટરની લાઇનમાં શબના ટુકડા ફસાયેલા છે કે નહીં એ ચકાસવા ફૉરેન્સિક ટીમ ઘટનાસ્થળની મુલાકાત લઈ શકે છે.

મમ્મી સાથે લડાઈ

વીણાબહેનના મોટા ભાઈ ૬૦ વર્ષના સુરેશકુમાર પોરવાલે પોલીસને કહ્યું હતું કે ‘રિમ્પલ ઘણી વાર મમ્મી સાથે લડતી હતી. ૨૬ નવેમ્બરે હું તેના ઘરે ગયો ત્યારે નજીવા કારણસર તે મારી મમ્મી સાથે ઝઘડી રહી હતી. ગુસ્સામાં ઝઘડો કરતી વખતે તે દલીલો કરવા ઉપરાંત મમ્મી પર આક્ષેપ પણ મૂકી રહી હતી. મારી મમ્મી ઘણી નબળી છે એટલે મેં રિમ્પલને કહ્યું હતું કે તે ઘરકામમાં શક્ય એટલી મદદ કરશે, પણ તેની સાથે ઝઘડા ન કર. ૨૭ નવેમ્બરે પહેલા માળે આવેલા બાથરૂમના એરિયામાં પડી ગયા બાદથી વીણાબહેન ગુમ હતાં. વીણાબહેન પડી ગયાં હતાં કે રિમ્પલે તેને ધક્કો માર્યો હતો એ બાબતની પોલીસ તપાસ કરી રહી છે. એ સમયે સવારના પાંચ વાગ્યા હોવાથી આ ઘટનાનો કોઈ સાક્ષી નથી.’

નીચેની દુકાનના કામદારો વીણાબહેનને ઉપાડવામાં અને તેને હૉસ્પિટલમાં લઈ જવામાં રિમ્પલને મદદ કરવાનું પૂછવા દોડી આવ્યા હતા, પરંતુ રિમ્પલે તેમને ના પાડી દીધી હતી. આ કામદારોની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવશે. તપાસ દરમ્યાન રિમ્પલે તેની મમ્મી કુદરતી મોત મરી હોવાનો દાવો કર્યો હતો, પરંતુ હત્યાનું આળ તેના પર આવશે એવી શંકાએ તેણે મૃતદેહનો નિકાલ કરવાની કોશિશ કરી હતી.

બંગાળ અને ઉત્તર પ્રદેશમાં પોલીસ

આ વિસ્તારમાં સૅન્ડવિચનો સ્ટૉલ ધરાવતા બૉબીને ઝડપવા પોલીસ ઉત્તર પ્રદેશના કાનપુર જવા રવાના થઈ છે. ૧૪ માર્ચે વીણાબહેનનો ભાઈ તેમને મળવા આવ્યો ત્યારે રિમ્પલે તેને લકવાનો હુમલો આવ્યો હોવાથી તે સૅન્ડવિચવાળા બૉબી સાથે કાનપુર ગઈ હોવાનું કહ્યું હતું. પોલીસની વધુ એક ટુકડી પશ્ચિમ બંગાળ ગઈ છે. અહીં તે રિમ્પલના સતત સંપર્કમાં રહેતી એક વ્યક્તિની ધરપકડ કરવા ગઈ છે. આ વ્યક્તિ ચાઇનીઝ ઈટરી પર કામ કરતી હતી.

દરમ્યાન પોલીસ મૃતદેહ વીણાનો છે એ સુનિશ્ચિત કરવા ડીએનએ ટેસ્ટ કરાવવા જઈ રહી છે. કટર, કુહાડી અને ચપ્પુના ઉપયોગથી હાથ પર કાપા પડ્યા છે કે નહીં એ જોવા પોલીસે રિમ્પલની ફિંગરપ્રિન્ટ્સ પણ લીધી છે. રિમ્પલ ૨૦ માર્ચ સુધી પોલીસ-ક્ટડીમાં રહેશે.

કાલાચૌકી પોલીસે ગઈ કાલે લાલબાગ ખાતે ઇબ્રાહિમ કાસમ ચાલમાં રિમ્પલને લઈ જઈને ઘટનાનો સીન રીક્રીએટ કર્યો હતો.

ફૂડ-ડિલિવરી

રિમ્પલ નિયમિત તેનું ભોજન નીચેના શ્રી સાંઈ ફાસ્ટ-ફૂડ સ્ટૉલ પરથી મગાવતી હતી જે ઉમેશ ખાવરે ચલાવતો હતો. તેણે પોલીસને કહ્યું હતું કે ‘રોજ સવારે ૭.૩૦ વાગ્યે હું સ્ટૉલ ખોલું એટલે રિમ્પલ મને ફોન કરીને બે વડાપાંઉનો ઑર્ડર આપતી હતી. હું તેને લન્ચ પણ મોકલતો હતો. જોકે તે ક્યારેય મારા સ્ટૉલ પર ઑર્ડર આપવા કે ડિલિવરી લેવા નહોતી આવી. હું પાર્સલ તેના ઘરના દરવાજાની બહાર મૂકીને આવતો રહેતો હતો અને તે દર ૧૦ દિવસે ઑનલાઇન ચુકવણી કરતી હતી.’ 

Whatsapp-channel Whatsapp-channel

17 March, 2023 11:14 AM IST | Mumbai | Anurag Kamble, Shirish Vaktania

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK