શિરગાંવ પોલીસે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘મુંબઈ જઈ રહેલી આ બસના ડ્રાઇવરે લેફ્ટ સાઇડથી બીજા વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. એ વખતે ડ્રાઇવરે બસ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બસ ડાબી બાજુએ બૅરિકેડ્સ તોડીને ગટર પાસે ઊભી રહી ગઈ હતી.
કોલ્હાપુરથી મુંબઈ આવી રહેલી બસમાં આગ લાગી, ૩૦ પ્રવાસીઓ બચી ગયા
કોલ્હાપુરથી મુંબઈ આવી રહેલી એક ખાનગી બસ મંગળવારે પરોઢિયે મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર શિરગાંવ પાસે સળગી ઊઠી હતી. સદ્ભાગ્યે બધા જ પ્રવાસીઓ સમયસર ઊતરી જતાં કોઈને ઈજા થઈ નહોતી. શિરગાંવ પોલીસે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘મુંબઈ જઈ રહેલી આ બસના ડ્રાઇવરે લેફ્ટ સાઇડથી બીજા વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. એ વખતે ડ્રાઇવરે બસ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બસ ડાબી બાજુએ બૅરિકેડ્સ તોડીને ગટર પાસે ઊભી રહી ગઈ હતી. એ વખતે બૅરિકેડ્સ સાથે થયેલા ઘર્ષણને કારણે બસમાં આગ ફાટી નીકળી હતી. બસ ઊંધી ન વળી હોવાથી બસમાં પ્રવાસ કરી રહેલા ૩૦ જેટલા લોકો તરત જ નીચે ઊતરી ગયા હતા. ત્યાર બાદ આખી બસ સળગી ઊઠી હતી. ડ્રાઇવર સામે બેદરકારીપૂર્વક બસ ચલાવીને અન્ય લોકોના જીવ જોખમમાં મૂકવાનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરવામાં આવી હતી.’

