Kokilaben Dhirubhai Ambani Hospital`s Endometriosis Clinic: કોકિલાબેન હૉસ્પિટલે વિમેન્સ હેલ્થકેરમાં નવા ધોરણો સ્થાપિત કર્યા. ક્લિનિક એન્ડોમેટ્રિઓસિસ કેરમાં અગ્રેસર રહે છે અને બૃહદ અંશે ગેરસમજ ધરાવતી સ્થિતિનું નિરાકરણ રજૂ કરી છે.
કોકિલાબેન અંબાણી હૉસ્પિટલ
કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલ ભારતમાં વિમેન્સ હેલ્થકેરમાં મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યાની જાહેરાત કરી છે. હૉસ્પિટલના સમર્પિત એન્ડોમેટ્રિઓસિસ ક્લિનિકને EuroEndoCert પ્રોગ્રામ દ્વારા યુરોપિયન એન્ડોમેટ્રિઓસિસ લીગ (EEL) દ્વારા સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે અને પ્રમાણિત કરવામાં આવી છે. આ સાથે કોકિલાબેન હૉસ્પિટલનું એન્ડોમેટ્રિઓસિસ ક્લિનિક આવી અદ્વિતીય સિદ્ધિ મેળવનારું ભારતનું પ્રથમ અને એકમાત્ર ક્લિનિક બન્યું છે. આ પ્રતિષ્ઠિત સર્ટિફિકેશન એન્ડોમેટ્રિઓસિસથી ઝઝૂમતી મહિલાઓ માટે વિશ્વકક્ષાની, પુરાવા આધારિત સંભાળ પૂરી પાડવાની કોકિલાબેન હૉસ્પિટલની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે. એન્ડોમેટ્રિઓસિસ એ જટિલ રીતે દુર્બળ કરતી સ્થિતિ છે જે વિશ્વભરની કરોડો મહિલાઓને અસર કરે છે પરંતુ તેનું નિદાન અને સારવાર યોગ્ય રીતે થતી નથી.
એન્ડોમેટ્રિઓસિસ વિશ્વભરમાં 10-15 ટકા મહિલાઓને અસર કરે છે પરંતુ ભારતમાં તેની સંભાળ છૂટીછવાઇ છે અને મોટાભાગે સર્જિકલ હસ્તક્ષેપ અને સિમ્પ્ટોમેટિક મેનેજમેન્ટ પૂરતી મર્યાદિત છે જેમાં બીમારીની ગંભીર પ્રકૃતિને સંબોધવામાં આવતી નથી. દર્દીઓએ ઘણીવાર અધૂરી સારવાર અને સંકલિકત સંભાળના અભાવનો સામનો કરવો પડે છે. કોકિલાબેન હૉસ્પિટલના એન્ડોમેટ્રિઓસિસ ક્લિનિક આ અંતરને દૂર કરે છે અને સર્વાંગી તથા અસરકારક સંભાળ સુનિશ્ચિત કરવા માટે એક જ છત હેઠળ વ્યાપક અને બહુવિધ પ્રકારનો અભિગમ પૂરો પાડે છે. આ સર્ટિફિકેશને જર્મન નેશનલ “Guideline for the Diagnosis and Treatment of Endometriosis”માં જણાવાયેલા કડક માપદંડોનું હૉસ્પિટલ દ્વારા થતા પાલનને માન્યતા આપી છે. તે વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ પ્રેક્ટિસીસ સાથે સંલગ્ન રહેવાની કોકિલાબેન હૉસ્પિટલની પ્રતિબદ્ધતાને ઓળખે છે અને ગાયનેકોલોજીસ્ટ્સ, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ્સ, રેડિયોલોજીસ્ટ્સ અને કોલોરેક્ટલ સર્જનને યુનિફાઇડ ટ્રીટમેન્ટ ફ્રેમવર્કમાં સંકલિત કરીને એડવાન્સ કેર પૂરી પાડે છે. રેગ્યુલર સીએમઈ (કન્ટીન્યુઇંગ મેડિકલ એજ્યુકેશન) અને ટીમ ડિસ્કશન્સ લેટેસ્ટ પ્રોટોકોલ્સ સાથે સંલગ્નતા સુનિશ્ચિત કરે છે.
ADVERTISEMENT
કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હૉસ્પિટલના મિનિમલી ઇન્વેઝિવ ગાયનેકોલોજી, ગાયનેકોલોજી લેપ્રોસ્કોપિક અને રોબોટિક સર્જરીના હેડ ડો. અંશુમાલા શુક્લા-કુલકર્ણીએ જણાવ્યું હતું કે આ સર્ટિફિકેશન ભારતમાં એન્ડોમેટ્રિઓસિસ કેરમાં પરિવર્તન લાવવાના અમારા મિશનમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન છે. એન્ડોમેટ્રિઓસિસ એ જટિલ અને ગંભીર સ્થિતિ છે જેનું ઘણીવાર વર્ષો સુધી નિદાન થતું નથી જેના પગલે સારવાર અધૂરી રહે છે અને નિવારી શકાય તેવી પીડા ચાલુ રહે છે. અમે એન્ડોમેટ્રિઓસિસ અંગે વધુ ધ્યાન અને જાગૃતતા ફેલાવવા માટે નોંધપાત્ર કામગીરી પહેલેથી જ કરી છે. અમારું ક્લિનિક એન્ડોમેટ્રિઓસિસને મેનેજ કરવામાં જ ખાસ તાલીમ મેળવેલા સ્પેશિયાલિસ્ટ્સની એક્સેસ પૂરી પાડે છે જે નિદાન અને સારવરા માટે વ્યાપક તથા પદ્ધતિસરનો અભિગમ સુનિશ્ચિત કરે છે. તે અમારા બહુમુખી અને દર્દી કેન્દ્રિત અભિગમને માન્ય કરે છે જે અમરા ક્લિનિકનો મૂળ સિદ્ધાંત રહ્યો છે અને આ માન્યતા અમારા જ્ઞાન તથા પ્રોટોકોલ્સને આગળ વધારવાનું ચાલુ રાખવા માટે અમને પ્રેરિત કરે છે અને અમારા દર્દીઓ માટે જીવનની સુધરેલી ગુણવત્તા અને આશા પૂરી પાડે છે.
ભારતમાં હાલમાં સ્ટાન્ડર્ડાઇઝ્ડ એન્ડોમેટ્રિઓસિસ પ્રોટોકોલનો અભાવ છે અને તબીબી તાલીમ ઘણીવાર આ સ્થિતિને વ્યાપકપણે આવરી લેતી નથી. આ સ્થિતિ દર્દીના વિવિધ પ્રકારના પરિણામો અને જૂની પ્રથાઓમાં પરિણમે છે. હૉસ્પિટલના પ્રયત્નોમાં સર્જરી પછીના બે વર્ષના દર્દીના પરિણામોનો ડેટા પ્રકાશિત કરવાનો અને રોબોટિક વિરુદ્ધ લેપ્રોસ્કોપિક સર્જરીની તુલના કરીને ટ્રાયલ્સ હાથ ધરીને જ્ઞાન વધારવાનો તથા સારવારમાં સુધારા લાવવાનો સમાવેશ થાય છે. વધુમાં, એન્ડોમેટ્રિઓસિસ વંધ્યત્વ સાથે મજબૂત સંબંધ ધરાવે છે અને ઘણી સ્ત્રીઓમાં ગર્ભધારણ માટે સંઘર્ષ કર્યા પછી જ આ સ્થિતિ જોવા મળે છે. આ રોગ એગ્સ, ફેલોપિયન ટ્યુબ અને ગર્ભાશયના અસ્તરને નુકસાન પહોંચાડી શકે છે, જે ગર્ભાવસ્થાને વધુ જટિલ બનાવે છે. આ ક્લિનિક સ્ત્રીઓ જેને ઘણી વાર સામાન્ય ગણાવે છે તેવા ગંભીર દુઃખાવા જેવા લક્ષણો વિશે જાગૃતિ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, અને વહેલા નિદાન અને હસ્તક્ષેપ પર ભાર મૂકે છે.
કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલના સીઈઓ અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. સંતોષ શેટ્ટીએ જણાવ્યું હતું કે આ માન્યતા અમારા માટે માત્ર એક સીમાચિહ્નરૂપ નથી, પરંતુ સમગ્ર દેશમાં હેલ્થકેર પ્રોવાઇડર્સ માટે મહિલાઓના સ્વાસ્થ્ય, ખાસ કરીને એન્ડોમેટ્રિઓસિસ જેવી પરિસ્થિતિઓ જેને લાંબા સમયથી અવગણવામાં આવી છે તેના માટે વધુ સંસાધનો ફાળવવા અને ધ્યાન આપવા માટે પગલાં લેવાનું આહ્વાન છે. કોકિલાબેન હૉસ્પિટલની મહિલા હેલ્થકેર પ્રત્યેની પ્રતિબદ્ધતા સારવારથી આગળ વધે છે. અમારું વિશિષ્ટ ક્લિનિક એન્ડોમેટ્રિઓસિસ વિશે જાગૃતિ વધારવા, વહેલા નિદાનની હિમાયત કરવા અને મહિલાઓ તથા તેમના પરિવારોને વ્યાપક સહાય પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
આ સર્ટિફિકેશનની મહત્ત્વની બાબતોઃ
- ભારતમાં પ્રથમઃ કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલ યુરોપિયન એન્ડોમેટ્રિઓસિસ લીગ તરફથી EuroEndoCert સર્ટિફિકેશન મેળવનાર ભારતની પ્રથમ અને એકમાત્ર હૉસ્પિટલ છે.
- વૈશ્વિક ધોરણો: આ સર્ટિફિકેશન પુષ્ટિ કરે છે કે KDAH એ એન્ડોમેટ્રિઓસિસના નિદાન અને સારવાર માટે કડક યુરોપિયન માર્ગદર્શિકાનું પાલન કરે છે.
- બહુવિધ પ્રકારનો અભિગમઃ હૉસ્પિટલ સારવાર માટે બહુવિધ પ્રકારનો અભિગમ પૂરો પાડે છે, જેમાં વ્યક્તિગત રીતે કેર પ્લાન્સ બનાવવા માટે વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતોનો સમાવેશ થાય છે.
- જાગૃતિ અને શિક્ષણ પર કેન્દ્રિત ધ્યાન: આ માન્યતા એન્ડોમેટ્રિઓસિસ વિશે જાગૃતિ વધારવા, વહેલા નિદાન અને સારવારની હિમાયત કરવા માટે હૉસ્પિટલની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
- દર્દી-કેન્દ્રિત સંભાળ: આ સર્ટિફિકેશન દરેક મહિલાની વ્યક્તિગત જરૂરિયાતોને અનુરૂપ, પારદર્શક, ન્યાયી અને વ્યાવસાયિક સંભાળ પૂરી પાડવા માટે KDAHની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
- સંશોધન-આધારિત સંભાળ: આધુનિક ક્લિનિકલ ટ્રાયલ અને પ્રકાશિત પરિણામ ડેટા, જેમાં એન્ડોમેટ્રિઓસિસ માટે રોબોટિક અને લેપ્રોસ્કોપિક સર્જરી પર તુલનાત્મક અભ્યાસનો સમાવેશ થાય છે.
- પ્રજનનક્ષમતા પર ધ્યાન: એન્ડોમેટ્રિઓસિસ અને વંધ્યત્વ વચ્ચેની મજબૂત કડીને સંબોધતી વિશિષ્ટ સારવાર.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)