ઘાટકોપર-ઈસ્ટના BJP-મહાયુતિના ઉમેદવાર પરાગ શાહની પ્રચારયાત્રામાં ગઈ કાલે ગુજરાતના યુવા અને ફાયરબ્રૅન્ડ ગૃહપ્રધાન હર્ષ સંઘવી જોડાયા હતા
પરાગ શાહની પ્રચારયાત્રામાં હર્ષ સંઘવી અને હત્યા કરવામાં આવેલા શ્વાનો માટે કૅન્ડલ-માર્ચ
હત્યા કરવામાં આવેલા શ્વાનો માટે કૅન્ડલ-માર્ચ
ADVERTISEMENT
કાંદિવલીમાં પાંચ રખડતા શ્વાનોને મારીને ગૂણીમાં ભરીને નાળામાં ફેંકી દેવામાં આવ્યા હોવાની ચોંકાવનારી ઘટના ગયા અઠવાડિયે બની હતી. આ ઘટનાથી પ્રાણીપ્રેમીઓની ભાવનાને ઠેસ પહોંચી છે એટલે ગઈ કાલે જીવ ગુમાવનારા આ શ્વાનોને ન્યાય અપાવવા માટે કાંદિવલી-વેસ્ટમાં પલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા કૅન્ડલ-માર્ચ કાઢવામાં આવી હતી, જેમાં અનેક પ્રાણીપ્રેમી સામેલ થયા હતા. પ્રાણીપ્રેમીઓનું કહેવું છે કે ૧૪ શ્વાનની હત્યા કરવામાં આવી છે, પણ પોલીસ પાંચ શ્વાનના મર્ડર થયાં હોવાનું કહે છે. તસવીર :નિમેશ દવે
બાળાસાહેબને ફૂલોની રંગોળીની શ્રદ્ધાંજલિ
શિવસેનાના સ્થાપક અને હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરેની ગઈ કાલે બારમી પુણ્યતિથિ હતી એ નિમિત્તે બાળાસાહેબના શિવાજી પાર્કમાં આવેલા સ્મૃતિસ્થળે ફૂલોની વિશાળ રંગોળી બનાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બન્ને શિવસેનાના નેતાઓએ સ્મૃતિસ્થળે જઈને બાળાસાહેબને અંજલિ આપી હતી. તસવીરો : આશિષ રાજે
છુટ્ટી કા દિન નહીં, જિમ્મેદારી નિભાને કા દિન હૈ
વિધાનસભાની ચૂંટણી માટે બુધવારે મતદાન કરવાનું છે ત્યારે ચૂંટણીપંચથી લઈને વિવિધ સંસ્થાઓ દ્વારા મતદાનની ટકાવારી વધારવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે. અંધેરી-વેસ્ટમાં સ્વામી વિવેકાનંદ રોડ પર આવેલી અલ્કા હાઉસિંગ સોસાયટીના સેક્રેટરીએ સોસાયટીના ગેટ પર મતદાન કરવા બાબતે એક પોસ્ટર લગાવ્યું છે જેમાં ‘છુટ્ટી કા દિન નહીં, જિમ્મેદારી નિભાને કા દિન હૈ’ લખીને જનજાગૃતિ કરી છે. તસવીર : સતેજ શિંદે
ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવી જોડાયા પરાગ શાહની પ્રચારયાત્રામાં
ઘાટકોપર-ઈસ્ટના BJP-મહાયુતિના ઉમેદવાર પરાગ શાહની પ્રચારયાત્રામાં ગઈ કાલે ગુજરાતના યુવા અને ફાયરબ્રૅન્ડ ગૃહપ્રધાન હર્ષ સંઘવી જોડાયા હતા. આ રૅલીમાં ભૂતપૂર્વ મિનિસ્ટર પ્રકાશ મહેતા, ભૂતપૂર્વ સંસદસભ્યો ડૉ. કિરીટ સોમૈયા અને મનોજ કોટક તથા પરમેશ્વર કદમ પણ સામેલ થયા હતા. પ્રચારયાત્રામાં ઠેર-ઠેર નાગરિકોએ પરાગ શાહને વધાવી લીધા હતા.