DRIએ હવે તેણે એ કોકેન ક્યાંથી મેળવ્યું અને તેની ડિલિવરી કોણ લેવાનું હતું એની તપાસ હાથ ધરી છે.
શૅમ્પુ અને લોશનની બૉટલ
ડિરક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ શુક્રવારે નાઇરોબીથી આવેલી કેન્યાની એક મહિલાની ૨૦ કરોડ રૂપિયાનું કોકેન સ્મગલિંગ કરવાના આરોપસર ઍરપોર્ટ પર ધરપકડ કરી હતી. આ કોકેન ભારતમાં ઘુસાડવા માટે નવી જ કાર્યપદ્ધતિ અપનાવવામાં આવી હતી. લિક્વિડ કોકેન તૈયાર કરવામાં આવ્યું હતું અને એને શૅમ્પૂ અને લોશન જેવું બનાવીને શૅમ્પુ અને લોશનની બૉટલમાં પૅક કરવામાં આવ્યું હતું જેથી મહિલા પર શંકા ન જાય. મહિલાનું લગેજ ચેક કરતાં એ બૉટલ મળી હતી, જેમાં ૧૯૮૩ ગ્રામ કોકેન હતું. કેન્યાની મહિલા સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે. DRIએ હવે તેણે એ કોકેન ક્યાંથી મેળવ્યું અને તેની ડિલિવરી કોણ લેવાનું હતું એની તપાસ હાથ ધરી છે.