ઇંગ્લિશ મીડિયમની આ સ્કૂલોની યાદી બહાર પાડીને એમાં ઍડ્મિશન ન લેવાની અપીલ કરી કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશને
KDMCમાં ચાલી રહેલી ૮ ગેરકાયદે સ્કૂલોની યાદી ડેપ્યુટી કમિશનર સંજય જાધવે બહાર પાડી હતી.
સ્કૂલોમાં હાલ વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી છે અને નવા શૈક્ષણિક વર્ષ માટે નવાં ઍડ્મિશન લેવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે ત્યારે કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC)એ તપાસ કરીને યોગ્ય પરવાનગી વગર ગેરકાયદે ચાલી રહેલી ૮ સ્કૂલોની યાદી બહાર પાડીને જાહેર કરી છે એટલું જ નહીં, એ સ્કૂલમાં ઍડ્મિશન ન લેવાની વાલીઓને જાહેર અપીલ કરી છે.



