મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ આર. આર. ખાને વ્યાવસાયિક વ્યસ્તતાને કારણે હાજર રહેવામાંથી કાયમી મુક્તિની માગણી કરતી કંગનાની અરજી મંગળવારે ફગાવી દીધી હતી
કંગના રનોટ
બૉલીવુડના ગીતકાર જાવેદ અખ્તરે નોંધાવેલી બદનક્ષીની ફરિયાદમાં કંગના રનોટને હાજર રહેવામાંથી મુક્તિ આપવાનો ઇનકાર કરતાં સ્થાનિક અદાલતે જણાવ્યું હતું કે અભિનેત્રી સેલિબ્રિટી હશે અને તેને તેનાં પ્રોફેશનલ અસાઇનમેન્ટ્સ હોઈ શકે છે, પણ તેણે એ ન ભૂલવું જોઈએ કે તે આ કેસની આરોપી છે.
મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ આર. આર. ખાને વ્યાવસાયિક વ્યસ્તતાને કારણે હાજર રહેવામાંથી કાયમી મુક્તિની માગણી કરતી કંગનાની અરજી મંગળવારે ફગાવી દીધી હતી. ન્યાયાધીશે આદેશમાં જણાવ્યું હતું કે ‘આરોપી પોતે ઇચ્છે એ રીતે આ કેસની ટ્રાયલ પોતાની શરતોએ ચલાવી રહી છે. આરોપીએ તેના બેઇલ બૉન્ડ્સની શરતો તથા કાયદાની પ્રક્રિયાને અનુસરવું પડશે. આજ સુધી આરોપી તેની સામે લાગેલા આરોપોની ટ્રાયલ માટે અદાલતને સહકાર આપવાના હેતુ સાથે હાજર રહી નથી.’
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે જાવેદ અખ્તરે નવેમ્બર ૨૦૨૦માં અદાલતમાં ફરિયાદ દાખલ કરીને કંગના રનોટે એક ટીવી-ઇન્ટરવ્યુમાં તેમની વિરુદ્ધ અપમાનજનક નિવેદનો આપ્યાં હોવાનો અને એને કારણે તેમની પ્રતિષ્ઠા ખરડાઈ હોવાનો દાવો કર્યો હતો.