Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કાંદિવલીમાં નવો ખોલવામાં આવેલ અકુર્લી બ્રિજ ખોલ્યાના બીજા દિવસે ખાડાની સમસ્યાનો સામનો કરવો પડે છે

કાંદિવલીમાં નવો ખોલવામાં આવેલ અકુર્લી બ્રિજ ખોલ્યાના બીજા દિવસે ખાડાની સમસ્યાનો સામનો કરવો પડે છે

Published : 13 September, 2024 04:48 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાંદિવલીના આકુર્લી બ્રિજ પર પહેલાં કામ ચાલતું હોવાથી ડાઇવર્ઝનને લીધે ટ્રાફિક જૅમ રહેતો હતો અને હવે આ તકલાદી કામને લીધે રોડ જોખમી બની ગયો હોવાની મોટરિસ્ટો કરી રહ્યા છે ફરિયાદ

હાઇવેના બ્લૅક-સ્પૉટ પર બનાવવામાં આવેલો બ્રિજ ખુલ્લો મૂક્યો એના બીજા જ દિવસે ખાડા પડી ગયા

હાઇવેના બ્લૅક-સ્પૉટ પર બનાવવામાં આવેલો બ્રિજ ખુલ્લો મૂક્યો એના બીજા જ દિવસે ખાડા પડી ગયા


આશરે છ વર્ષની પ્રતીક્ષા બાદ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર કાંદિવલી-ઈસ્ટના આકુર્લી રોડ પર સૌથી વધારે અકસ્માત નોંધાતા હતા એ બ્લૅક-સ્પૉટ પર મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ બ્રિજ બાંધ્યો હતો અને એ ખુલ્લો મૂકવામાં આવ્યાના થોડા કલાક બાદ મંગળવારે રાત્રે પડેલા મુશળધાર વરસાદના પગલે આ આખા નવનિર્મિત બ્રિજને નુકસાન પહોંચ્યું હતું અને એના પર ઠેર-ઠેર ખાડા પડી ગયા હતા.


વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેના આ કિલર સ્પૉટ પર થતા અકસ્માતોમાં ૬થી ૭ લોકોએ જીવ ગુમાવ્યો છે અને ૨૦થી વધારે લોકો ઘાયલ થયા છે. ડિવાઇડર અને પેવર બ્લૉક્સ વચ્ચે રોડ લેવલ સરખું ન હોવાથી આ ખરાબ ડિઝાઇનને કારણે અહીં વારંવાર અકસ્માત થતા હતા.



આ સ્પૉટ પર બ્રિજ બાંધવાને કારણે ટ્રાફિકને વાળવામાં આવતો હતો અને એથી જોગેશ્વરી-ગોરેગામ સુધી ૩થી ૪ કિલોમીટર લાંબો જૅમ લાગતો હતો અને વાહનો બમ્પર-ટુ-બમ્પર ઊભાં રહી જતાં હતાં. જોકે બ્રિજ પર ખાડા પડી ગયા હોવાથી એ મોટરિસ્ટો માટે વધારે જોખમી બની ગયો છે.


મંગળવારે રાત્રે આ બ્રિજનું ઉદ્ઘાટન થયું હતું, પણ થોડા જ કલાકોમાં ભારે વરસાદથી બ્રિજ પરના રોડને પારાવાર નુકસાન થયું હતું અને ખાડા પડી ગયા હતા. MMRDAએ બ્રિજના બાંધકામની શરૂઆત ૨૦૧૯માં કરી હતી. જોકે ગઈ કાલે આ ખાડાઓને પૂરી કાઢવામાં આવ્યા હતા.

૭૦ બ્લૅક-સ્પૉટ હટાવાયાં
MMRDAએ મુંબઈ શહેરમાં ૨૦૧૬-૧૭માં ૭૦ બ્લૅક-સ્પૉટ હોવાનું શોધી કાઢ્યું હતું. આ વર્ષો દરમ્યાન આ તમામ બ્લૅક-સ્પૉટ હટાવી દેવામાં આવ્યાં હતાં અને આકુર્લી રોડ છેલ્લું બ્લૅક-સ્પૉટ હતું જ્યાં છ વર્ષ સુધી બ્રિજ બાંધવાની કામગીરી ચાલી હતી. ગૅસ પાઇપલાઈન અને બે અન્ડરગ્રાઉન્ડ સબવેના કારણે આ બ્રિજ બાંધવાની કામગીરીને વિલંબ થયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

13 September, 2024 04:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK