QS I∙GAUGEએ ભારતની યુનિવર્સિટીઓ અને કૉલેજો માટે એક વ્યાપક અને સ્વતંત્ર રેટિંગ સિસ્ટમ છે
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી કૉલેજને પ્રમાણપત્ર એનાયત કરી રહ્યા છે
કાંદિવલી એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત બીકે શ્રોફ આર્ટસ અને એમએચ શ્રોફ કૉમર્સ કૉલેજને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ 11 એપ્રિલ 2022ના રોજ કૉલેજને ગેજ ગોલ્ડ રેન્કિંગ પ્રમાણપત્ર વિધિપૂર્વક એનાયત કર્યું હતું. ગેજ એ પ્રાઇવેટ મલ્ટિપ્લીકેશન સંસ્થા છે જે શાળાઓ, કૉલેજો અને યુનિવર્સિટીઓને ગુણવત્તાસભર શિક્ષણ આપવા માટે પ્રોત્સાહિત કરે છે.
મહારાષ્ટ્રના રાજ્યપાલ અને રાજ્યની યુનિવર્સિટીઓના ચાન્સેલર ભગતસિંહ કોશિયારીએ મુંબઈમાં કોલેજ પરિસરમાં Q.S.I. ગેજ ગોલ્ડ રેન્કિંગ પ્રમાણપત્ર આપ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય યોગેશ સાગર, સંસ્થાના પ્રમુખ સતીષ દત્તાણી, ઉપપ્રમુખ મહેશ શાહ, પ્ર.સ. ગેજ રેન્કિંગના વિભાગીય નિયામક અશ્વિન ફર્નાન્ડીઝ, ટ્રસ્ટી, પ્રિન્સિપાલ ડો.લીલી ભૂષણ, શિક્ષકો, સ્ટાફ, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ADVERTISEMENT
નોંધનીય છે કે QS I∙GAUGEએ ભારતની યુનિવર્સિટીઓ અને કૉલેજો માટે એક વ્યાપક અને સ્વતંત્ર રેટિંગ સિસ્ટમ છે, જેમાં સાત પ્રાથમિક સૂચકાંકો અને પાંચ દ્વિતીય સૂચકાંકોનો સમાવેશ થાય છે જેમ કે ટીચિંગ અને લર્નિંગ, રોજગારી અને સામાજિક જવાબદારીથી લઈને સંશોધન અને નવીનતા સુધીના સૂચકાંકોને ધ્યાનમાં લેવામાં આવે છે.
QS I∙GAUGE રેટિંગ ઉચ્ચ શિક્ષણ માટે ભારતની સંસ્થાઓનો 360-ડિગ્રી પરિપ્રેક્ષ્ય પ્રદાન કરે છે. મૂલ્યાંકન પછી, સંસ્થાઓને એકંદર રેટિંગ આપવામાં આવે છે જે બ્રોન્ઝથી ડાયમંડ+ સુધીની રેન્જ ધરાવે છે, જે મૂલ્યાંકન દ્વારા હાંસલ કરાયેલા પોઈન્ટ્સની સંખ્યાના આધારે છે.