૧૯૭૧માં બનેલું આ બિલ્ડિંગ જર્જરીત થઈ ગયું છે. આ દુર્ઘટનામાં બે વ્યક્તિ ઘાયલ થઈ હતી.
મજીઠિયાનગરમાં સ્લૅબ તૂટીને નીચેના માળે પડ્યો, બે ઘાયલ
કાંદિવલી–વેસ્ટના એસ. વી. રોડ પર આવેલા મજીઠિયાનગરના એક બિલ્ડિંગમાં ગઈ કાલે સવારે ૧૧.૩૦ વાગ્યે દુર્ઘટના બની હતી. ૧૯૭૧માં બનેલું આ બિલ્ડિંગ જર્જરીત થઈ ગયું છે. આ દુર્ઘટનામાં બે વ્યક્તિ ઘાયલ થઈ હતી.
કાંદિવલી પોલીસે પ્રાથમિક માહિતી આપતાં કહ્યું હતું કે પહેલા માળે રહેતો પરિવાર ઘરમાં રિનોવેશન કરાવી રહ્યો હતો. સિલિંગનું પ્લાસ્ટર કરતાં પહેલાં એનો ખરાબ ભાગ કાઢી નાખવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે એ સ્લૅબ તૂટી પડ્યો હતો, જેમાં પહેલા માળે કામ કરી રહેલા કામગાર અને ઉપરના માળે રહેતી વ્યક્તિ ઘાયલ થયાં હતાં. તેમને ફ્રૅક્ચર થયાં હતાં. ઘટનાની જાણ ફાયર-બ્રિગેડને કરવામાં આવી હતી.

