Kalyan Viral Video: કાર ચલાવનાર આ સગીર આરોપીના પિતા એક નિવૃત્ત સરકારી અધિકારી છે જેથી સગીર દીકરાને કાર આપવા બદલ તેમની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સ્ટંટ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી હતી (તસવીર સૌજન્ય સોશિયલ મીડિયા)
થાણે જિલ્લાના કલ્યાણ શહેરમાં (Kalyan Viral Video) એક યુવકનો ચાલતી કારના બોનેટ પર બેસીને ખતરનાક સ્ટંટ કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થયો હતો. કારના બોનટ પર સ્ટંટ કનાર યુવકનો વીડિયો વાયરલ થયા બાદ આ મામલે કલ્યાણ પોલીસ દ્વારા તરત જ કાર્યવાહી કરી ગુજરાતી યુવકની ધરપકડ કરી સ્ટંટ માટે વાપરવામાં આવેલી બીએમડબલ્યુ કારને પણ જપ્ત કરી લીધી હતી. આ સ્ટંટ દરમિયાન એક 17 વર્ષનો સગીર છોકરો કાર ચલાવી રહ્યા હોવાની ચોંકાવનારી માહિતી પણ સામે આવી છે.
આ મામલે પોલીસ કહ્યું કે કારના બોનટ પર બેસીને સ્ટંટ કરનાર (Kalyan Viral Video) આરોપીની ઓળખ 21 વર્ષના શુભમ મિતલિયા તરીકે કરવામાં આવી હતી. જેની સામે કાર્યવાહી કરી તેને જેલમાં પુરવામાં આવ્યો છે. આ ઘટના શનિવારે બપોરે સામે આવી હતી અને શુભમ મિતાલિયા જે કાર પર સ્ટંટ કરી રહ્યો હતો તે કારને એક 17 વર્ષનો છોકરો ચલાવી રહ્યો હતો. કાર ચલાવનાર આ સગીર આરોપીના પિતા એક નિવૃત્ત સરકારી અધિકારી છે જેથી સગીર દીકરાને કાર આપવા બદલ તેમની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
આ વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બોનેટ પર બેસેલો આ યુવક તેમ જ લાઇસન્સ વિના કાર ચલાવનાર 17 વર્ષનો સગીર બીએમડબ્લ્યુ કાર (Kalyan Viral Video) સાથે કલ્યાણ પશ્ચિમના શિવાજી ચોક ખાતે ખતરનાક સ્ટંટ કરી રહ્યા છે. આ સાથે તેઓ આસપાસના લોકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે. આ સ્ટંટનો વીડિયો ત્યાં રહેલા એક વ્યક્તિએ તેના ફોનના કૅમેરામાં રેકોર્ડ કર્યો હતો.
View this post on Instagram
પોલીસના જણાવ્યા મુજબ કલ્યાણ પશ્ચિમના લાલ ચૌકી વિસ્તારમાં રહેતો આ ગુજરાતી યુવક શુભમ મિતલિયાએ સોશિયલ મીડિયા પર રિલ્સથી પ્રેરણા લઈને આ સ્ટંટ કર્યો હતો. તેમ જ કાર ચલાવનાર સગીરે પણ તેના પિતાને બીએમડબ્લ્યુ ખરીદવા કહ્યું હતું. કાર સગીર આરોપીના પિતાના નામે રજિસ્ટર્ડ છે. બજારપેઠ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક સુરેશ ગૌડે જણાવ્યું કે, વાયરલ વીડિયોના આધારે કાર સાથે બોનેટ પર સ્ટંટ કરનાર યુવક અને કાર ચલાવનાર આરોપીની ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે હાલમાં જ મહારાષ્ટ્રના પુણેમાં એક સગીરે તેની પોર્શ કાર (Kalyan Viral Video) વડે બે એન્જિનિયર યુવાનોને જોરદાર ટક્કર મારતા તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જોકે તેના પિતા શહેરના પ્રખ્યાત બિલ્ડર હોવાને લીધે તેને માત્ર 15 કલાકમાં જ જામીન આપી દેવામાં આવ્યા હતા. પરંતુ આ કેસમાં વિરોધ વધતાં સગીરની સાથે તેના પિતા અને દાદાની પણ પોલીસ ધરપકડ કરી હતી અને હવે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.