વાઇન શૉપમાંથી દારૂની અમુક બૉટલો પણ ગાયબ છે. ફુટેજમાં બન્ને ચોરના ચહેરા ઓળખી શકાય છે.
સીસીટીવી ફૂટેજ
આવતી કાલથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે ત્યારે આ પવિત્ર મહિનામાં મોટા ભાગના લોકો નૉન-વેજ ખાતા નથી કે દારૂ પીતા નથી એટલે શ્રાવણ મહિનો શરૂ થવાની આગલી રાત્રે મહારાષ્ટ્રમાં ગટારી મનાવવાની પરંપરા છે. આથી આજે ગટારી છે. જોકે કલ્યાણના તસ્કરોએ એક દિવસ પહેલાં જ એક વાઇન શૉપમાંથી ૪.૭૫ લાખ રૂપિયાની કિંમતની દારૂની બૉટલોની ચોરી કરીને ગટારી મનાવી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ કલ્યાણ સ્ટેશન નજીક ગિરીશ વાઇન શૉપના માલિક સવારે દુકાનમાં આવ્યા ત્યારે તેમને દુકાનની અંદર બૉટલો સહિતનો સામાન જેમતેમ પડેલો અને લૉકરમાં રાખેલા ૪.૭૫ લાખ રૂપિયા ગાયબ હોવાનું જણાયું હતું. ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાં વહેલી સવારના ચાર વાગ્યે બે ચોર દુકાનની અંદર એક્ઝૉસ્ટ ફૅન કાઢીને પ્રવેશ્યા હોવાનું જણાયું હતું. વાઇન શૉપમાંથી દારૂની અમુક બૉટલો પણ ગાયબ છે. ફુટેજમાં બન્ને ચોરના ચહેરા ઓળખી શકાય છે.