આ લાઇન માટેની મંજૂરી ૨૦૧૬માં અપાઈ હતી
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ૨૮ કિલોમીટર લાંબી કલ્યાણ-મુરબાડ રેલવેલાઇન પરનું કામ આ વર્ષે સપ્ટેમ્બરથી શરૂ થશે એમ કેન્દ્રીય પ્રધાન અને સ્થાનિક સંસદસભ્ય કપિલ પાટીલે શુક્રવારે જણાવ્યું હતું.
જિલ્લાના ભિવંડીથી બીજેપીના લોકસભાના સંસદસભ્ય કપિલ પાટીલ દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર યાદીમાં જણાવ્યું હતું કે તેઓ તાજેતરમાં આ પ્રોજેક્ટની ચર્ચા કરવા માટે દિલ્હીમાં કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવને મળ્યા હતા. આ લાઇન માટેની મંજૂરી ૨૦૧૬માં અપાઈ હતી અને જિલ્લાના ઉલ્હાસનગર, ટિટવાલા અને મુરબાડથી રૂટ સર્વે હાથ ધરાયો હતો.
ADVERTISEMENT
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રૂટ પર કલ્યાણ, શહાડ, આમ્બિવલી, કામ્બા રોડ, આપ્ટી, મમનોલી, પોતગાંવ અને મુરબાદ જેવાં સ્ટેશનો આવરી લેવાશે. રેલવેએ અગાઉ આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ૮૫૭ કરોડ રૂપિયા આંક્યો હતો.