Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કલ્યાણમાં બિલ્ડીંગના 15 માં માળે આગ, ઉપરના ફ્લોર પર ફસાયેલા લોકોનું રેસક્યું

કલ્યાણમાં બિલ્ડીંગના 15 માં માળે આગ, ઉપરના ફ્લોર પર ફસાયેલા લોકોનું રેસક્યું

Published : 26 November, 2024 09:45 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Kalyan Fire News: કોઈ ટેકનિકલ ખામીના કારણે ફાયર બ્રિગેડનું વાહન બંધ પડી ગયું હતું. KDMC કમિશનર ઈન્દુરાણી જાખરે ખુલાસો કર્યો છે કે આના કારણે વૈકલ્પિક સ્ટેશનથી અન્ય ફાયર વાહનનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. જોકે અમુક કલાકોમાં આ આગને કાબૂમાં લેવામાં આવી હતી.

કલ્યાણમાં 23 માળની બિલ્ડીંગના 15માં મળે આગ (તસવીર: સૂત્ર)

કલ્યાણમાં 23 માળની બિલ્ડીંગના 15માં મળે આગ (તસવીર: સૂત્ર)


કી હાઇલાઇટ્સ

  1. સોસાયટીના 15 મા માળે ભીષણ આગ ફાટી નીકળી
  2. ટેકનિકલ ખામીના કારણે ફાયર બ્રિગેડનું વાહન બંધ પડી ગયું
  3. પ્રાથમિક અનુમાન મુજબ 15 માં માળે આવેલા એક ફ્લેટમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી

થાણે જિલ્લાના કલ્યાણ શહેરના (Kalyan Fire News) આધારવાડી વિસ્તારમાં આજે સાંજે એક સોસાયટીના 15 મા માળે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગના કારણે બિલ્ડીંગમાંથી ધુમાડાના મોટા વાદળો નીકળતા જોવા મળ્યા હતા. આ સાથે આગને કારણે બિલ્ડીંગમાં રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં જ અગ્નિશમન દળની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જોકે, આગ ઓલવવામાં સમય લગતા સોસાયટીના લોકો રોષે ભરાયા હતા.


કલ્યાણ શહેરના આધારવાડી વિસ્તારની એક ઈમારતમાં લાગેલી આગ (Kalyan Fire News) ઓલાવવામાં કલ્યાણ ડોમ્બિવલી મહાનગર પાલિકા (KDMC) નિષ્ફળ રહી હોવાની પ્રતિક્રિયા વિસ્તારના લોકોએ વ્યક્ત કરી હતી. આ સાથે કોઈ ટેકનિકલ ખામીના કારણે ફાયર બ્રિગેડનું વાહન બંધ પડી ગયું હતું. KDMC કમિશનર ઈન્દુરાણી જાખરે ખુલાસો કર્યો છે કે આના કારણે વૈકલ્પિક સ્ટેશનથી અન્ય ફાયર વાહનનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. જોકે અમુક કલાકોમાં આ આગને કાબૂમાં લેવામાં આવી હતી.



અગ્નિશમન દળના જવાનો આગ બુઝાવવા (Kalyan Fire News) અને બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે યુદ્ધના મેદાનમાં કામ કરી રહ્યા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ આગ દરમિયાન ઈમારતની અંદર ઘણા રહેવાસીઓ ફસાયેલા હોવાથી બચાવ કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. જોકે આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, અને પ્રાથમિક અનુમાન મુજબ 15 માં માળે આવેલા એક ફ્લેટમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે છે. હવે આ અંગે વધુ તપાસ ચાલી રહ્યો છે. આ આગની ઘટના દરમિયાન શહેરમાં ભારે ટ્રાફિક જામ થયો અને લોકોમાં પણ ભય પસરાઈ ગયો હતો.


કલ્યાણ નજીકના અંબરનાથ એમઆઇડીસીમાં આગ

અંબરનાથમાં આવેલા આનંદનગરની MIDCના (Kalyan Fire News) રેસિનો ડ્રગ્સ નામના યુનિટમાં રવિવારે રાત્રે ૯.૩૦ વાગ્યે વિસ્ફોટ થવાની સાથે આગ લાગી હતી. આગ લાગી ત્યારે યુનિટમાં ૧૫ જેટલા કર્મચારીઓ હતા. આગ ઝડપથી પ્રસરતાં આસપાસનાં ચાર યુનિટ પણ આગમાં ખાખ થઈ ગયાં હતાં. ફાયર-બ્રિગેડના પ્રવક્તાના જણાવ્યા મુજબ રવિવારે રાત્રે લાગેલી આગ કેમિકલને લીધે આસપાસમાં ફેલાઈ ગઈ હતી એટલે એને કાબૂમાં લેવા માટે અંબરનાથ, બદલાપુર, ઉલ્હાસનગર અને કલ્યાણ-ડોમ્બિવલીમાંથી ગાડીઓ મગાવવામાં આવી હતી. સોમવારે સવારના ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. આ ઘટનામાં જે યુનિટમાં આગ લાગી હતી એના માલિક દાઝી ગયા છે. એ સિવાય કોઈને ઈજા નથી થઈ.


મુંબઈ બીકેસી મેટ્રો સ્ટેશનના બેઝમેન્ટમાં આગ

બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) સ્ટેશનના નોન-ઓપરેશનલ A4 એન્ટ્રી/એક્ઝિટ (અન્ડર-કન્સ્ટ્રક્શન બેઝમેન્ટ) નજીક આગ ફાટી નીકળી (Kalyan Fire News) હતી. મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (MMRC) એ અહેવાલ આપ્યો હતો કે આગને થોડા સમય પછી કાબૂમાં લાવવામાં આવી હતી, અને અગ્નિ શમન વિભાગની મંજૂરી બાદ મેટ્રો સેવાઓ 2.45 વાગ્યે ફરી શરૂ થઈ હતી.

Whatsapp-channel Whatsapp-channel

26 November, 2024 09:45 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK