KDMC દ્વારા જે લોકોએ બાકી નીકળતી પ્રૉપર્ટી ટૅક્સ અને પાણીના બિલની મોટી રકમ વારંવાર નોટિસ આપવા છતાં ભરી નથી એવી ૧૬ પાર્ટીઓની પ્રૉપર્ટી જપ્ત કરવામાં આવી છે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
પ્રૉપર્ટી ટૅક્સ અને પાણીનાં બિલ સમયસર ન ભરી શકેલા નાગરિકો માટે કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC)એ ૧૪ ડિસેમ્બરથી ૩૧ જાન્યુઆરી સુધી ઍમ્નેસ્ટી સ્કીમ ઑફર કરી હતી જેને લોકોએ જબ્બર પ્રતિસાદ આપ્યો હતો અને એ સમયગાળામાં કુલ ૩૩,૭૧૯ લોકો અને સોસાયટીઓએ એનો લાભ લઈ ૨૬૪ કરોડ રૂપિયા પ્રૉપર્ટી ટૅક્સ અને પાણીનાં બાકી નીકળતાં બિલ ભરી દીધાં હતાં જેના કારણે અત્યાર સુધી KDMCએ કુલ ૫૦૨ કરોડ રૂપિયા વસૂલ કરી લીધા છે.
KDMC દ્વારા જે લોકોએ બાકી નીકળતી પ્રૉપર્ટી ટૅક્સ અને પાણીના બિલની મોટી રકમ વારંવાર નોટિસ આપવા છતાં ભરી નથી એવી ૧૬ પાર્ટીઓની પ્રૉપર્ટી જપ્ત કરવામાં આવી છે અને હવે એનું લિલામ કરવાની પ્રોસીજર ચાલુ કરી દીધી છે.

