12 જુલાઈ, 2024ના થનારા અનંત રાધિકાનાં લગ્ન એક ખૂબ જ મોટી ઈવેન્ટ છે, જેમાં લગ્ન પહેલા અનેક પ્રકારના ફંક્શન્સ થયા છે. જે રીતે અંબાણી પરિવારના બધા લગ્નમાં થાય છે, તેમના નાના દીકરાના લગ્નમાં પણ આવું જ કંઈક થવાનું છે.
જસ્ટિન બીબર (ફાઈલ તસવીર)
12 જુલાઈ, 2024ના થનારા અનંત રાધિકાનાં લગ્ન એક ખૂબ જ મોટી ઈવેન્ટ છે, જેમાં લગ્ન પહેલા અનેક પ્રકારના ફંક્શન્સ થયા છે. જે રીતે અંબાણી પરિવારના બધા લગ્નમાં થાય છે, તેમના નાના દીકરાના લગ્નમાં પણ આવું જ કંઈક થવાનું છે. આ લગ્ન પહેલા પૉપ આઈકન જસ્ટિન બીબર તેમના પ્રી-વેડિંગ ફંક્શનમાં પરફૉર્મન્સ આપશે અને આ માટે તે આવી ગયા છે.
4 જુલાઈ, 2024ની સવારે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની આગામી પ્રી-વેડિંગ પાર્ટીઝ એટલે કે સંગીત સંધ્યામાં પરફોર્મ કરવા માટે જસ્ટિન બીબર મુંબઈ આવી ગયા છે. મામેરું તો થયું પણ હવે સંગીતની તૈયારીઓ ચાલી રહી છે. કહેવાય છે કે 5 જુલાઈના પૉપ આઈકનનાં પરફૉર્મન્સની આતુરતાથી રાહ જોવાઇ રહી છે અને લોકો આ ગ્રાન્ડ મ્યૂઝિક નાઈટને એન્જૉય કરવાની રાહ જોઈ રહ્યા છે.
ADVERTISEMENT
અનંત-રાધિકાનાં લગ્ન માટે આવ્યા જસ્ટિન બીબર
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો સંગીત સમારોહ 5 જુલાઈ, 2024ના રોજ થશે અને પરિવાર તેની તૈયારી કરી રહ્યો છે. જસ્ટિન બીબર ઉપરાંત બાદશાહ અને કરણ ઔજલા પણ મોટી રાત્રે પરફોર્મ કરે તેવી શક્યતા છે. અનત અંબાણી અને રાધિકા મર્ચન્ટના મિત્રો એક મ્યુઝિકલ ડ્રામા પણ રજૂ કરશે જેમાં તેઓ કપલની લવ સ્ટોરી દર્શાવશે.
જસ્ટિન બીબરની ફી કેટલી છે?
જસ્ટિન બીબર વિદેશમાં સૌથી પ્રખ્યાત હસ્તીઓમાંથી એક છે અને ચાહકો તેના કોન્સર્ટમાં હાજરી આપવા માટે લાખો અને કરોડો રૂપિયા ખર્ચે છે. આમ, ખાનગી શો માટે તે કેટલું મોંઘું હશે તેની કલ્પના જ કરી શકાય, પણ અંબાણીએ તે કરી બતાવ્યું. અહેવાલો અનુસાર જસ્ટિનની ફી 50 કરોડ રૂપિયા સુધીની છે પરંતુ અંબાણીના કિસ્સામાં તે વધુ હોવાની શક્યતા છે કારણ કે તે ભોજન, મુસાફરી, રહેઠાણ અને અન્ય ખર્ચાઓ પણ ચૂકવી રહ્યા છે. આ આંકડો 80થી 85 કરોડની વચ્ચે હોઈ શકે છે.
તેમના પરફોર્મન્સની પણ શક્યતાઓ છે
બે પ્રિ-વેડિંગ પહેલેથી જ કામમાં છે, તે સ્પષ્ટ છે કે અંબાણી પરિવાર વિદેશી પૉપ ગાયકોનો શોખીન છે. તેથી, તે આશ્ચર્યજનક નથી કે લગ્ન એક સ્ટાર-સ્ટડેડ અફેર હોવાની અપેક્ષા છે. સમાચાર એ પણ ફેલાઈ રહ્યા છે કે એડેલ, ડ્રેક અને લાના ડેલ રેને 12-14 જુલાઈ, 2024 વચ્ચે યોજાનાર ફંક્શનમાં પરફોર્મ કરવા માટે આમંત્રિત કરવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન તેમજ પ્રિ-વેડિંગની તૈયારી તેમ જ ફંક્શન્સ લગભગ છેલ્લા છ મહિનાથી વધુ સમયથી થઈ રહ્યા છે. જામનગરમાં ભવ્ય પ્રિવેડિંગ પાર્ટીઝ ટૉક ઑફ ધ ટાઉન બન્યા બાદ ક્રૂઝ પાર્ટી પણ ચર્ચાનો વિષય રહી હતી. એટલું જ નહીં તાજેતરમાં અંબાણી પરિવાર દ્વારા કરાવવામાં આવેલા 50 જરૂરિયાતમંદ કપલ્સના સમૂહ લગ્ન કરાવ્યા જે ચર્ચાનો વિષય બન્યા. આ સમૂહ લગ્ન 2 જુલાઈના 2024ના રોજ યોજવામાં આવ્યા હતા, ત્યાર બાદ 3 જુલાઈ 2024ના અનંત અંબાણીની મામેરું વિધિ કરવામાં આવી. 4 જુલાઈના રોજ અનંતના સંગીતના ફંક્શન્સ થવાની ચર્ચા છે.